ઓલ્ડ એજ પ્રેગ્નેન્સી: IVFથી 62 વર્ષે માતા બન્યા હોવાનો સુરતનો પ્રથમ કિસ્સો

PC: dainikbhaskar.com

નિઃસંતાન હોવું અથવા મેડિકલ સમસ્યાઓના કારણે જે કપલ્સ પોતાનો પરિવાર આગળ વધારી શકતા નથી તેમના માટે આઈવીએફ ટેક્નીક એક આશીર્વાદ સમાન છે. આ જ રીતે આઈવીએફ ટ્રીટમેન્ટ મદદગાર બની સુરતના મધુ બહેનને. 62 વર્ષના મધુ બહેનને 28 વર્ષનો દીકરો હતો. જે મૃત્યુ પામતાં તેમણે આઇવીએફ ટ્રીટમેન્ટ દ્વારા ફરી ગર્ભધારણ કર્યું અને દીકરાને જન્મ આપ્યો. સુરતમાં આવો પ્રથમ કિસ્સો બન્યો છે જ્યાં 62 વર્ષના મહિલા આઈવીએફથી માતા બની હોય.

6 નવેમ્બર 2016ના રોજ કરજણ ટોલ નાકાની આગળ રાત્રે 8.30 વાગ્યે એક ભયંકર અકસ્માત થયો હતો. જેમાં સુરતના 9 વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનામાં મધુબહેને પોતાનો 28 વર્ષનો દીકરો અને 26 વર્ષની પુત્રવધુ ગુમાવ્યાં હતાં. યુવાન વયનો એકનો એક દીકરો ગુમાવી દેતા મધુબહેન શોકમાં ડૂબી ગયા હતા. ઘટનાના માત્ર છ મહિના બાદ દીકરીએ કોલેજના એક સેમિનારમાં આઈવીએફ ટ્રીટમેન્ટ વિશે જાણ્યું અને ઘરે આવીને દીકરીએ માતા સાથે આ ટ્રીટમેન્ટની વાત કરી અને ઘરે ફરી પારણું બાંધવા માટે માતા-પિતાને તૈયાર કર્યાં. જો કે, પહેલાં તો દીકરીની વાત સાંભળી માતાએ શક્યતા નકારી કાઢી હતી. તેમને સમાજનો ડર હતો કે આટલી મોટી ઉંમરે માતા બનવા પર સમાજ શું કહશે પણ મધુબહેનના પતિએ તેમને આ ટ્રીટમેન્ટ કરાવવા માટે હિંમત આપી તેમને તૈયાર કર્યાં અને આજે ફરી ગેહલોત પરિવારમાં ફરીથી પારણું બંધાયું છે. પરિવારના તમામના ચહેરા પર ખુશી છલકાઈ રહી છે.

મધુબહેનને ડોક્ટરની ટ્રીટમેન્ટથી પ્રથમ પ્રયત્ને જ મળી સફળતા હતી અને આજે તેમના ઘરે દીકરાનો જન્મ થયો છે. સામાન્ય રીતે 50 વર્ષથી નાની મહિલાઓ ટેસ્ટ ટ્યુબની સારવાર માટે આવતી હોય છે પરંતુ 62 વર્ષીય મધુબેન જ્યારે ડોક્ટર પાસે ગયા ત્યારે તેમને પણ થોડું આશ્ચર્ય થયું પણ પરિસ્થિતિ સમજીને તેમણે પણ આ ટ્રીટમેન્ટ પૂરી રીતે સફળ બનાવવાનો પ્રયાસ કર્યો. મધુબેનનું હૃદય, બી.પી, ડાયાબિટિસ બધુ જ નોર્મલ હતું તેથી ટ્રીટમેન્ટ શરૂ કરી અને પહેલાં જ પ્રયત્ને સફળતા મળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp