હવે, વાયેગ્રા સેક્સ પરફોર્મન્સની સાથે વર્ક પરફોર્મન્સ વધારવામાં પણ કરશે મદદ

PC: woman.rambler.ru

સેક્સ પરફોર્મન્સને સુધારવા માટે વાયેગ્રા જેવા ડ્રગનો ઉપયોગ આખી દુનિયામાં કરવામાં આવે છે. પરંતુ, છેલ્લાં કેટલાક સમયથી આ પ્રકારની દવાઓ પરથી લોકોનો વિશ્વાસ ઉઠવા માંડ્યો છે. આવા ઘણા સંશોધનો થયા છે, જે દવાઓ દ્વારા સેક્સ પરફોર્મન્સ વધારવાના દાવાને નકારે છે. એવામાં લોકોનો વિશ્વાસ જીતવા માટે વાયેગ્રા પેટન્ટ કંપની એક નવો પ્રયોગ કરવા જઈ રહી છે.

કંપનીઓ હવે વાયેગ્રાને એક નવા રૂપમાં રજૂ કરવા જઈ રહી છે. વાયેગ્રાનો નવો અવતાર માત્ર બેડરૂમમાં જ તમારું પરફોર્મન્સ નહીં સુધારશે, પરંતુ વર્કપ્લેસ પર પણ કામ આવશે. અમેરિકાની ફાર્મસી કંપની Pfizerના વૈજ્ઞાનિકોએ એક સંશોધનમાં જાણ્યું કે, લોકોના સેક્સ્યુઅલ ડિસફંક્શનનો એબ્ઝેટિઝ્મ (કોઈ અન્ય દુનિયામાં ખોવાયેલા રહેવું) અને પ્રેઝન્ટેઝ્મ સાથે સીધો સંબંધ હોય છે. સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી સમસ્યાઓને પગલે લોકો વર્કપ્લેસ પર હોવા છતા ક્યાંક ખોવાયેલા રહે છે અને કામ પર સંપૂર્ણરીતે ધ્યાન આપી શકતા નથી.

આ અંગે કરવામાં આવેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, સેક્સમાં ખરાબ પરફોર્મન્સ આપનારા પુરુષોની સરખામણીમાં સારું પરફોર્મન્સ આપનારા પુરુષોની ઓફિસમાં પ્રોડક્ટિવિટી બેગણી હોય છે. આમ, આ સંશોધનમાં વાયેગ્રાને ઈરેક્ટાઈલ ડિસફંક્શનની સારવારમાં સૌથી સારા ડ્રગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. લોકોમાં વધતા ઈરેક્ટાઈલ ડિસફંક્શનથી રાહત મળ્યા બાદ કંપનીના માલિકનો નફો પણ વધી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp