26th January selfie contest
BazarBit

કડકડતા તાપમાં સાથીને નમાજ પઢતા જોઈ આપ્યો છાંયો, જુઓ ભાઈચારાના ફોટાઓ

PC: itstrendingnow.com

રમજાનના મહિનામાં ડ્યૂટી કરનારા પોલીસકર્મી દિવસભર રોઝા રાખીને રસ્તા પર નમાજ અદા કરી રહ્યા છે અને પોતાની ડ્યૂટી પણ નિભાવી રહ્યા છે. હજરતગંજ સ્થિત કેડી બાબૂ સ્ટેડિયમની પાસે આકરા તાપમાં જ્યારે ઈરફાન ખાન નમાજ પઢવા ગયા તો સાથી પોલીસકર્મી શિવ કુમાર ઈરફાનને તડકાથી બચાવવા માટે પોતાનો ગમછો ખોલીને ઊભા રહી ગયા, જેથી ઈરફાન નમાજ શાંતિથી નમાજ પઢી શકે. આ ગંગા-જમુના તહજીબના વખાણ આસપાસ ઊભેલા લોકોએ પણ કર્યા. આ શિવ કુમાર અને ઈરફાનનું રોજનું રુટીન છે. ઈફ્તારી પણ બંને સાથે જ કરે છે.

તમામ મુસ્લિમ પોલીસકર્મી પોતાની સાથે એક નાનકડી જાનમાજ રાખે છે, જેને નમાજના સમયે કાઢીને નમાજ અદા કરે છે. કડકડતા તાપમાં ભૂખ્યા-તરસ્યા રહીને 15 કલાક રોજા રાખવા સરળ નથી, પરંતુ મનમાં શ્રદ્ધા હોય તો દરેક કામ શક્ય બની શકે છે. ટેઢી પુલિયા પર તહેનાત અબ્દુલ વફા પણ ડ્યૂટી દરમિયાન નમાજ પઢતા દેખાયા.

તેમજ શહીદ પથ ગોમતીનગર વિસ્તારમાં બેરિયર ડ્યૂટી કરી રહેલા સબ ઈન્સ્પેક્ટર ઈરફાન અહમદ પણ નમાજ પઢતા દેખાયા.

જણાવી દઈએ કે, લોકડાઉનમાં ડૉક્ટર, પોલીસકર્મી, સ્વાસ્થ્યકર્મી અને સફાઈકર્મીઓએ અતિરિક્ત મહેનત કરવી પડી રહી છે. તેઓ સતત ડ્યૂટી પર તહેનાત છે અને આ દરમિયાન પણ તેઓ ધાર્મિક કાર્યોને પૂરા કરી રહી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp