PPFમાં એક પણ રૂપિયો નાખતા પહેલા રોકાઈ જાઓ, વર્ષોની મહેનત થઈ શકે છે બેકાર

PC: economictimes.indiatimes.com

દેશમાં એવી ઘણી યોજનાઓ છે જેના દ્વારા લોકો બચત કરી શકે છે. બચત કરવા માટે લોકો અનેક માધ્યમો પણ અપનાવે છે. જ્યારે, સરકાર તરફથી પણ બચત સાથે જોડાયેલી ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓ દ્વારા, લોકો લાંબા સમય સુધી પણ પૈસા બચાવી શકે છે. આમાંની એક યોજના PPF એટલે કે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ છે. કેન્દ્ર સરકાર દ્વારા આ ફંડ સંચાલિત થાય છે. લોકો આ ફંડમાં લાંબા સમય સુધી પૈસા રોકી શકે છે. જો કે, આ ફંડમાં એક પણ રૂપિયાનું રોકાણ કરતા પહેલા એક વાત લોકોએ સારી રીતે જાણી લેવી જોઈએ અને તે પછી જ આ ફંડમાં પૈસા નાખવા જોઈએ, નહીં તો વર્ષોની મૂડી પણ વ્યર્થ જઈ શકે છે.

PPF યોજના

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ લાંબા ગાળાની સેવિંગ કમ ઇન્વેસ્ટમેન્ટ યોજના છે. આ યોજનાને ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1,50,000 રૂપિયા પ્રતિ નાણાકીય વર્ષની સાથે સબસ્ક્રાઇબ કરી શકાય છે. યોજનામાં દર નાણાકીય વર્ષ રકમને એકસાથે અથવા અલગ અલગ હપ્તાઓમાં જમા કરાવી શકાય છે. આમાં 15 વર્ષની મેચ્યોરિટી પીરિયડ હોય છે. જો કે, 15 વર્ષ પછી તેને 5 5 વર્ષના બ્લોકમાં વધારી શકાય છે.

PPF વ્યાજ

હાલમાં, PPF યોજનામાં 7.1 ટકાની વાર્ષિક વ્યાજ દર આપવામાં આવે છે, જે કમ્પાઉન્ડિંગના આધારે આપવામાં આવે છે. આ યોજના હેઠળ જમા કરવામાં આવેલી રકમ આવકવેરા અધિનિયમની કલમ 80C હેઠળ કપાતપાત્ર છે. એવામાં આ યોજનાથી ટેક્સ બેનિફિટ પણ મળે છે. જો કે, આ સ્કીમમાં પૈસા રોકતા પહેલા એક મહત્વની વાતનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. ખરેખર, કેટલાક લોકો આ સ્કીમમાં પૈસા ટેક્સ બેનિફિટનો લાભ મેળવવા માટે રોકે છે અને તેઓ રોકાણની અવધિ અને રિટર્નને બાયપાસ કરી દે છે.

PPF યોજના

કેટલાક લોકો રોકાણ પર વધુ રિટર્નની ઈચ્છા રાખે છે. એવામાં, જો આ સ્કીમમાં પૈસાનું રોકાણ કરવામાં આવે તો તમારે એ વાતનો પણ અંદાજ લગાવવો જોઈએ કે, જો 15 વર્ષના સમયગાળા માટે તમે કોઈ જગ્યા પર પૈસા રોકી રહ્યા છો, તો તેના બદલામાં, તમને 15 વર્ષ પછી કેટલું રિટર્ન જોઈએ છે, તે ગણતરી બાદ જ આ યોજનામાં પૈસાનું રોકાણ કરો. એવામાં, તમને ખ્યાલ આવશે કે તમને કેટલો ટેક્સમાં ફાયદો થશે અને કેટલી રકમ તમને રિટર્ન તરીકે મળશે. તેનું મૂલ્યાંકન કર્યા વિના રોકાણ કરવાથી આગળ સમસ્યાઓ પણ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp