
જગન્નાથ પુરી રથ યાત્રામાં દર વર્ષે લાખો લોકો ભેગા થાય છે. માન્યતા છે કે, ભગવાન જગન્નાતનો રથ ખેંચવાથી પુણ્ય મળે છે. આ જ કારણ છે કે, ભગવાનનો રથ ખેંચવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશ-વિદેશથી અહીં પહોંચે છે. એવામાં સ્વાભાવિક છે કે, આ ભીડમાં લોકોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું અશક્ય બની જાય છે. પરંતુ, રથયાત્રા દરમિયાન કંઈક એવું બન્યું જેને કારણે સોશિયલ મીડિયા પર લોકો ખૂબ જ લખાણ કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, તે દિવસે લાખોની સંખ્યામાં ત્યાં લોકોની ભીડ હોવા છતાં, ભીડે જે રીતે એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો આપ્યો તે ખરેખર વખાણવા લાયક છે.રિપોર્ટ અનુસાર, 4 જુલાઈએ ભગવાન જગન્નાથની રથ યાત્રા દરમિયાન આશરે 1200 સ્વયંસેવકો અને લાખો ભક્તોએ એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો બનાવી આપ્યો. ઘટનાનો વીડિયો પુરીના SPએ પોતે ટ્વિટ કર્યો છે, જે જોતજોતામાં વાયરલ થઈ ગયો.
1200 volunteers, 10 organizations and hours of practice made this human corridor for free ambulance movement possible during Puri Rath Yatra 2019. pic.twitter.com/zVKzqhzYCw
— SP Puri (@SPPuri1) 6 July 2019
ટ્વિટર પર લોકો તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
થોડાં દિવસ પહેલા જ આ પ્રકારની એક ઘટના હોંગકોંગમાં બની હતી, જ્યારે પ્રદર્શનકારીઓએ એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની ઘટના અને સમાચાર માણસાઈ પર વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp