રૂમાલ ચોરીના કેસમાં ફસાઈ પોલીસ, ફરિયાદ લઈ પહોંચ્યો વ્યક્તિ

PC: gstatic.com

નાગપુરની પોલીસ ત્યારે હેરાનીમાં મૂકાઈ ગઈ જ્યારે એક વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં રૂમાલ ગુમ થવાની ફરિયાદ લઈને પહોંચ્યો હતો. એટલું જ નહિ વ્યક્તિએ ફરિયાદમાં એવું પણ કહ્યું કે કોઈ તેના રૂમાલનો ખોટો ઉપયોગ કરી શકે છે. ફરિયાદ દાખલ કરનાર પૂર્વ રેલવે કર્મચારી છે. તેને ડર છે કે તેના રૂમાલનો ઉપયોગ કોઈ ક્રાઈમમાં યુઝ થઈ શકે છે.

નાગપુરમાં રહેનાર હર્ષવર્ધન જિથે પોલીસ સ્ટેશન રૂમાલ ચોરી થવાની ફરિયાદ લઈને પહોંચ્યા હતાં. તેમણે પોલીસને જણાવ્યું કે, તે રેલવેના પૂર્વ કર્મચારી છે. અને તેઓ મધ્ય રેલવેના મંડળ પ્રબંધકના કાર્યાલયમાં પોતાના જૂના સહકર્મીને મળવા ગયા હતાં. ઓફિસ છોડતા સમયે તેમને ધ્યાનમાં આવ્યું કે તેમનો રૂમાલ તેમની પાસે નથી. તેમણે પોલીસને જણાવ્યું કે, મને શંકા છે કે રૂમાલની ચોરી થઈ ગયો છે અને કોઈ તેનો ખોટો ઉપયોગ કરી શકે છે.

શરૂઆતમાં તો પોલીસે પણ મામલાને હળવાશમાં લીધો હતો. પણ પોલીસકર્મીઓને મુશ્કેલી ત્યારે વધી જ્યારે ફરિયાદકર્તાએ પોલીસ સ્ટેશન છોડવાની ના પાડી દીધી. પોલીસે જણાવ્યું કે, હર્ષવર્ધન જિથેની ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે. અરજી સ્વીકાર્યા પછી જ તેઓ પોલીસ સ્ટેશન છોડીને ગયા હતાં. હજુ સુધી આ મામલે કોઈ કેસ દાખલ કરવામાં આવ્યો નથી.

હર્ષવર્ધનને ડર છે કે, જો તેમનો રૂમાલ કોઈ મર્ડર ક્રાઈમ સીન પરથી મળી આવે તો તેઓ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. આ કારણે તેમણે પોલીસ સ્ટેશનમાં રૂમાલ ચોરી થવાની ફરિયાદ દાખલ કરાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp