26th January selfie contest

'બંગલે કે પીછે.. તેરી બેરી કે..'રૂપાણી સરકારની પ્રેમી પંખીડાઓ માટે ઉદારતા

PC: khabarchhe.com

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સરિતા ઉદ્યાન એક એવું રમણીય સ્થળ હતું કે જ્યાં પ્રેમી પંખીડા પ્રેમાલાપ કરવા આવતા હતા પરંતુ સરકારે જ્યારથી તેનું રિનોવેશન કર્યું છે ત્યારથી પ્રેમી પંખીડાઓને જગ્યા બદલવાની ફરજ પડી છે. આ જગ્યા એટલે સચિવાલયની પાછળનો ભાગ, કે જ્યાં વેલેન્ટાઇન ડે ના દિવસોમાં અસંખ્ય પ્રેમી પંખીડા જોવા મળી રહ્યાં છે. આ માર્ગ પર મંત્રીઓ અને અધિકારીઓની ગાડીઓ પસાર થતી હોય છે.

કહેવાય છે કે રૂપાણી સરકાર ઉદાર છે. પ્રેમીપંખીડાઓને પણ તેઓ ડિસ્ટર્બ કરવા માગતા નથી. સચિવાલયની પાછળ જ-માર્ગને જોડતા રસ્તા પર જંગલની ઝાડીઓમાં બાઇક કે કારમાં પ્રેમી પંખીડા પ્રેમાલાપ કરતાં નજરે પડે છે. ગાંધીનગરના સચિવાલય સંકુલની પાછળના મુખ્ય દરવાજાની નજીક આવેલા માર્ગો પર સામાન્ય પરિવાર જઇ શકતો નથીકારણ કે આ જગ્યાઓ પ્રેમીઓએ બુક કરી લીધી છે. જાણે કે રિઝર્વેશન કરાવ્યું હોય તેવી સ્થિતિ છે. દિવસ દરમ્યાન અને મોડી સાંજ સુધી આ વિસ્તારમાં બાઇકસ્કૂટર કે કાર પાર્ક કરીને યુવક અને યુવતિઓ હાથમાં હાથ પરોવીને બેઠાં હોય છે.

કહેવાય છે કે પ્રેમ કરવા માટે જગ્યાની પસંદગી કોઇ ઇસ્યુ નથીજ્યાં એકાંત મળે પ્રેમીઓ પ્રેમ કરી લેતા હોય છે. ગાંધીનગરમાં સરિતા ઉદ્યાન એવો ગાર્ડન હતો કે જ્યાં ગાંધીનગર ઉપરાંત અમદાવાદના યુવક અને યુવતિઓ પ્રેમ કરવા માટે આવતા હતા. હવે આ ગાર્ડનમાં પ્રેમીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કારણ એવું છે કે આ ગાર્ડનમાં બાળકો સાથે કોઇ પરિવાર જઇ શકતો ન હતો.

આ બાબત સરકારના ધ્યાનમાં આવતા આ ગાર્ડનનું રિનોવેશન કરી પરિવારો માટે ખુલ્લો મૂકતા પ્રેમી યુગલોએ આ મહત્વનું સ્થળ ગુમાવ્યું છે. આ ગાર્ડનનું નામ સરકારે સરિતા ઉદ્યાન રાખ્યું હતુંકારણ કે તે સાબરમતી નદી કિનારે આવેલો છે પરંતુ પ્રેમી યુગલો માટે પ્રખ્યાત થયેલા ગાર્ડનને ગાંધીનગરના નાગરિકોએ લવ ગાર્ડન નામ આપ્યું હતુંહવે લોકોએ આપેલા નામનો છેદ ઉડી ગયો છે.

 જો કે એકાંત શોધી લેતા યુવાન અને યુવતિઓ હવે સચિવાલય સંકુલના પાછળના ભાગે વન વિભાગની લીલોતરીની વચ્ચે પ્રેમના અંકુર રોપી રહ્યાં છે. પ્રેમી યુગલોએ આ નવી જગ્યા શોધી છે. આ જગ્યા પરથી પસાર થઇએ તો માર્ગની સાઇડે લીલીતરીની વચ્ચે પ્રેમીઓ જોવા મળે છે. પ્રેમીઓ માટેનો લવ ગાર્ડન બંધ થતાં પ્રેમીઓએ નવી લવ સ્ટ્રીટ શોધી કાઢી છે. સચિવાલયમાં પણ કેટલાક કપલો હેલીપેડની સામે લવ કરતાં નજરે પડે છે. એક કપલ એવું છે કે રિસેશમાં તે વિધાનસભાની પાછળના ભાગમાં બેસી પ્રેમાલાપ કરતું હોય છે અને પોલીસ તેમજ સુરક્ષા કર્મચારીઓ તેમને જોઇ રહે છે.

શહેરના વીવીઆઇપી જ-માર્ગ પરથી સચિવાલયને જોડતા માર્ગોની બન્ને સાઇડે ફોરેસ્ટ વિભાગની લીલોતરી અને સાનુકૂળ એકાંત છે. આ માર્ગ પરથી નિકળીએ તો લીલોતરીની વચ્ચે પ્રેમ પાંગરી રહ્યાં છે. આ માર્ગો પરથી મંત્રીઓઅધિકારીઓ અને પોલીસના રક્ષકો પસાર થાય છે પરંતુ કોઇ પ્રેમી યુવલોને ડીસ્ટર્બ કરતા નથી. સચિવાલયની સલામતી માટે રાખવામાં આવેલી પોલીસ પણ દ્રશ્યો જોઇને મજા ઉઠાવે છે. ફેબ્રુઆરી મહિનો એટલે પ્રેમનો મહિનો એમ કહેવાય છે પરંતુ ગાંધીનગરમાં પ્રેમી પંખીડાઓનો પ્રેમ અદ્દભૂત છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp