મિનિમમ 150% વધારો ચૂકવવો પડશે... સેલેરી નિગોશિએશનનો આઈડિયા થયો વાયરલ!

PC: aajtak.in

કોઈ પણ વ્યકિત નોકરી માટે ઇંટરવ્યૂ આપવા જાય ત્યારે તે અનેક પ્રશ્નોથી ઘેરાયેલો હોય છે, જે તમામ પ્રશ્નોમાં મોટો પ્રશ્ન તેના મનમાં એ હોય છે કે આ નોકરીમાં સિલેકટ થયા પછી સેલરી કેટલો હશે. અથવા જો સેલરી વિશે પૂછવામાં આવશે તો હું કઈ રીતે સેલરીની વાત કરીશ. આમ નોકરીમાં જોડાતી વખતે ઘણા લોકો નિગોશિએશન બાબતે અચકાતા હોય છે. તેઓ પોતાની વાત યોગ્ય રીતે HR અથવા બોસની સામે મૂકી શકતા નથી અને આના કારણે યોગ્ય સેલરી મેળવવાથી તેઓ ચૂકી જાય છે. આનું નિરાકરણ લાવવા માટે માટે એક યુવકે એક અનોખો આઈડિયા જણાવ્યો છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાસ્તવમાં, નિતેશ યાદવ નામના યુવકે નિગોશિએશન માટે ઇન્ટરવ્યુમાં પોતાની માતાને સાથે લઈ જવાનો આઇડિયા આપ્યો છે. નિતેશે LinkedIn પર લખ્યું- ‘શું હું મારી માતાને સેલરી નિગોશિએશન માટે લાવી શકું છું ? તે ચોક્કસપણે એક સારી ડીલ કરી શકે છે.’ 

તેણે હેશટેગ Underrated Skill In Techની સાથે આ આઈડિયાનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. નિતેશની આ પોસ્ટ પર હજારો યુઝર્સે રિએક્ટ કર્યું છે. કોઈએ માતાઓને બેસ્ટ Bargainer  જણાવી છે, તો કોઈએ તેમને નિગોશિએશન માટે પરફેક્ટ પસંદગી કહી છે.

LinkedIn પોસ્ટ

એક યુઝરે કહ્યું- ‘જો મારી માતા સેલરી નિગોશિએશન કરવા લાગશે તો HR બેહોશ થઈ જશે. ‘એક અન્ય યુઝરે લખ્યું – ‘મારી માતા તો 150% વધારો માંગી લેશે.’

યુઝર્સનું રિએક્શન

ટ્વિટર પર @patient__trader યુઝરે લખ્યું- ‘માતા HRને કહેશે,  મિનિમમ 150 ટકા વધારો તો આપવો પડશે, નહીં તો હું બીજે જોઈ લઇશ. તમે એકલા જ નોકરી આપનારા નથી, બીજા પણ છે.’ જ્યારે આ વિશે, @lorddgrimm  યુઝર લખે છે કે ‘મા કહેશે - પૈસા ડબલ...’

ઘણા યુઝર્સે મહિલાઓની મોલ-ભાવ કરવાની ક્ષમતાની પ્રશંસા કરી છે. લોકોએ આ માટે રોજિંદા જીવન સાથે જોડાયેલા કેટલાક ઉદાહરણો પણ આપ્યા, જ્યાં મહિલાઓ દુકાનદાર સાથે કિંમતને લઈને ઘણી વાર વાત કરતી રહે છે.

અંહિ તમને જણાવી દઈએ કે, LinkedIn પર આ પોસ્ટને દોઢ લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. હજારથી વધુ યુઝર્સે આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp