નોકરે કર્યું બાળકનું જાતીય શોષણ, વાત ન સાંભળતા માતાએ પરિવાર સામે ફરિયાદ નોંધાવી

PC: scmp.com

મુંબઇના એક પોશ વિસ્તારમાં નોકરે બાળક સાથે શારિરીક અડપલા કરતા માતાએ આ વાત પોતાના પતિ, સાસુ અને સસરાને કહી પરંતુ કોઇએ માતા પર વિશ્વાસ કર્યો ન હતો. ઘરના કોઇ સભ્યએ મહિલાની વાત ન સાંભળતા તેણે પોતાના નોકર, પતિ, સાસુ અને સસરા સામે પોલીસ કેસ નોંધાવી દીધો છે.

પોતાના જ પરિવારના સભ્યો પર કેસ દાખલ કરનારી મહિલા વકીલ છે અને તે મુંબઇના પોશ વિસ્તાર ગણાતાં માલાબાર હિલમાં રહે છે. મહિલાએ કહ્યું કે ગત અઠવાડિયે તેને પોતાની આંખોથી જોયું કે તેમના ઘરનો નોકર તેમના સાડા ચાર વર્ષના બાળક સાથે શારિરીક અડપલા કરી રહ્યો હતો. પહેલા તો મહિલાએ પોતાના બાળકને નોકરથી દૂર કરીને નોકરને ત્યાંજ ઝાટકી નાખ્યો હતો. મહિલાએ નોકરની ફરિયાદ પહેલા તો સાસુ-સસરાને કરી પરંતુ તેમને આ વાત માનવાથી ઇનકાર કરી દીધો. મહિલાએ ત્યારબાદ પોતાના પતિને ફરિયાદ કરીને નોકરને તાત્કાલિક નોકરી પરથી કાઢી મૂકવાં માટે વિનંતી કરી હતી. મહિલાએ ઘરના બધા સભ્યોને સમજાવવાનો ઘણો પ્રયાસ કરી જોયો પરંતુ ઘરના એક પણ સભ્યએ તેની વાત માનવાથી ઇનકાર કરી દીધો અને મહિલાને ચૂપ રહેવા માટે કહ્યું હતું.

જો કે વ્યવસાયે આ વકીલ મહિલાએ હાર ન માની અને તરત નજીકના પોલીસ સ્ટેશન જઇને નોકર, પતિ, સાસુ અને સસરા સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી દીધી. આ કેસ મામલે માલાબાર હિલ્સ પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp