ટ્રક ઉપાડવાના ચક્કરમાં ક્રેન પણ ખાબકી નદીમાં, વીડિયો થયો વાયરલ

PC: meerinews.com

એક ચોંકવનારી ઘટના ઓરિસ્સાના એક શહેરમાં બનવા પામી છે. જે ઘટનામાં, એક ટોઇંગ ક્રેન પુલ પરથી નદીમાં પડેલા ટ્રકને ઉપાડતી વખતે પાણીમાં ખાબકી જાય છે. આ ઘટના ઓડિશાના તાલચેર શહેરની છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, રવિવારના રોજ એક ટ્રકને ઉપાડવા માટે બે ક્રેન પુલ પર કામ કરી રહી હતી. જો કે, જેવુ વાહનને કાળજીપૂર્વક પાણીમાંથી બહાર ઉપાડવામાં આવી રહ્યું હતું તે સમયે જ એક ક્રેનનો કેબલ અચાનક તૂટી ગયો હતો અને તે ટ્રકનો તમામ લોડ બીજી ક્રેન પર જતો રહ્યો. જેના કારણે બીજી ક્રેન ધીમે-ધીમે પુલની બાજુમાં સરકી ગઈ અને અંતે પાણીમાં પડી ગઈ હતી. આ ભયાનક ઘટનાનો એક વીડિયો ઓનલાઈન સામે આવ્યો છે.

સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા નથી થઈ 

ક્લિપમાં ચોંકાવનારી ક્ષણ બતાવવામાં આવી છે, ક્રેનની અંદર ડ્રાઈવર પણ હાજર હતો અને તે પણ બ્રિજ પરથી નીચેની તરફ પડી રહ્યો છે. સદનસીબે ડ્રાઈવરનો જીવ બચી ગયો. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. નીચે પડેલા આ વાહનનો ડ્રાઇવર પણ તેની ક્રેન કેબિનમાંથી નીકળીને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર નિકળવામાં સફળ રહ્યો. આ નાની ક્લિપે ઇન્ટરનેટને સ્તબ્ધ કરી દીધું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોને જોયા પછી એક યુઝરે લખ્યું છે કે, 'શું તે બન્ને ક્રેનો ટ્રક ઉપાડવા માટે સક્ષમ હતી, શું તે ક્રેનોને યોગ્ય રીતે બાંધવામાં આવી હતી ? કે પછી શું તે ક્રેન્સ ખૂબ જ હલકી હતી ?' એક અન્ય યુઝરે પૂછ્યું, 'તે જોઈને સારું લાગ્યું કે, ક્રેન ઓપરેટર બહાર નીકળીને કિનારા પર તળીને આવવા માટે સક્ષમ હતો.'

વીડિયો જોયા પછી લોકોએ આપી આવી પ્રતિક્રિયા

ત્રીજા એક યુઝરે કહ્યું કે, 'ખબર નથી કે શું ખરાબ થયું, જેના કારણે ક્રેન પણ નદીમાં પડી ગઈ. સારું થયું કે કોઈને ગંભીર ઈજા નથી થઈ.' જ્યારે ચોથા એક યુઝરે કહ્યું કે, 'મને આશા છે કે તેમની પાસે આ ટ્રકને નદીમાંથી હટાવવા માટેના સાધન હશે, નદીમાં તે વાહનોનું હોવું સારું નહીં થશે.

આ દરમિયાન, એક અન્ય ભયાનક ઘટનામાં, હૈદરાબાદમાં એક કાર બુધવારના રોજ એક બહુમાળી ઇમારતની રેલિંગની દિવાર સાથે અથડાયા પછી એક ઊંચી દિવાર સાથે લટકતી હોવાનું જોવા મળ્યું. ઘટનાના વીડિયોમાં કાર લગભગ 25 ફૂટ ઉંચી દિવાર પરથી લટકતી જોવા મળી રહી છે, જો કે, નીચેથી પરિવહન કરનારા લોકો તમાશો જોવા માટે ગાડી ધીમી કરીને આ દ્રશ્ય જોતાં જોવા મળ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp