પહેલીવાર અબુ ધાબીમાં થશે હિન્દુ મંદિરનો શિલાન્યાસ

PC: indoamerican-news.com

અબુ ધાબીમાં પહેલીવાર હિન્દુ મંદિર બનવા જઇ રહ્યુ છે. ત્યારે ત્યાંના મીડિયા રિપોર્ટના આધારે એપ્રિલ 2019માં આ મંદિરનો શિલાન્યાસ થશે. વર્ષ 2015માં જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈની મુલાકાતે હતા તે દરમ્યાન UAEના કેપિટલ એટલે કે અબુ ધાબીમાં મંદિર બનવાની મંજૂરી મળી હતી. ત્યારે તે સમયે PM મોદીની આરબ દેશમાં વસતા ભારતીયોમાં ખૂબ જ પ્રશંસા થઇ હતી.

પૂજ્ય પ્રમુખ સ્વામિ મહારાજ નો સંકલ્પ હતો કે તેઓ આખી દુનિયામાં સ્વામિનારાયણ મંદિર બાંધશે, ત્યારે અત્યારે દુનિયાભરમાં બાપ્સના 1200 જેટલા મંદિરો છે, જેમાં યુ.કે, યુ.એસ.એ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં છે. જેમાં ઘણા બધા મંદિરોને તેની આગવી સુંદરતા, બાંધકામ, કોતરણીને નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ પણ મળ્યો છે. ત્યારે પહેલીવાર એવું બન્યુ છે કે આરબ દેશમાં હિન્દુ મંદિર બનવા જઇ રહ્યુ છે.

20મી એપ્રિલના રોજ બાપ્સ સંસ્થાના વડા મહંત સ્વામીના હસ્તે શીલાન્યાસ થશે. જેઓ UAEમાં 18થી 29 એપ્રિલ સુધી રહેશે. 13.5 એકર જમીનમાં આ ભવ્યાતિભવ્ય મંદિર બનવા જઇ રહ્યુ છે તેની જમીન અબુ ધાબીના રાજકુમાર શેખ મોહમ્દ બીન ઝાયેદ અલ ના્હયાન દ્વારા ગીફ્ટ આપવામાં આવી હતી. ત્યારે UAE ગર્વમેન્ટે મંદિરના આવતા મુસાફરોને પાર્કિંગનો પ્રોબ્લેમ ન થાય તે માટે મંદિર જેટલી જ બીજી જગ્યા ગીફ્ટમાં આપી છે.

અબુ ધાબીમાં પહેલીવાર બનવા જઇ રહેલા મંદિરનું નિર્માણ માત્ર પથ્થરોથી થશે. મંદિરમાં ઉપયોગમાં લેવામાં આવતા કોતરણીના પથ્થરો પર કારીગીરીનું કામ ભારતીય કલાકારોના હસ્તે જ થયું છે અને તેને UAEમાં એકત્ર કરાશે. મંદિરમાં વાપરવામાં આવતો પીન્ક સ્ટોન રાજસ્થાનમાંથી અને ઘણા માર્બલ યુરોપથી પણ મંગાવવામાં આવ્યા છે.

2020મા બનવા જઇ રહેલું અબુ ધાબી મંદિરમાં દર્શનાર્થીઓ માટે વિઝીટર સેન્ટર, પ્રાર્થના ખંડ, એક્ઝીબીશન હોલ, શૈક્ષણિક વિભાગ, બાળકો અને યુવાનો માટે રમત ગમત વિભાગ, થીમ બેઝ ગાર્ડન, ફાઉન્ટેન, ફૂડ કોર્ટ, બુક અને ભેટ વિભાગની સાથે ઘણી બધી સુવિધાઓ આ મંદિરમાં રહેશે.

આ મંદિર પોતાના ભવ્ય સ્ટ્રક્ચરની સાથે હિન્દુઓનો દિલ પણ જીતી લેશે. હાલ UAEમાં ત્રીસ લાખથી વધુ ભારતીયો વસે છે અને દર વર્ષે લાખો લોકો UAEની મુલાકાતે આવતા હોય છે. ત્યારે મુસાફરોમાં પણ આ મંદિર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp