આફ્રિકી દેશના રાજાની અનોખી જીવનશૈલી, છોકરીઓની પરેડ કરાવીને કરે છે લગ્ન

PC: intoday.in

આફ્રિકન દેશ સ્વાઝિલેન્ડ(નવું નામ ઇસ્વાતિની) ચર્ચામાં છે. કેટલીક વેબસાઇટ પર એવા અહેવાલ સામે આવ્યાં છે કે સ્વાઝિલેન્ડના રાજાએ આદેશ આપ્યો છે કે બે થી ઓછી પત્ની હોવા પર પુરૂષને જેલમાં નાખી દેવાશે. જો કે સ્વાઝિલેન્ડના રાજાશાહીએ આ સમાચારોને ફગાવી દીધાં છે. રસપ્રદ વાત એ છે કે સ્વાઝિલેન્ડમાં બહુપત્નીત્વનો કાયદો છે અને ત્યાનાં રાજાની 14 પત્નીઓ છે. રાજાની પત્ની પસંદ કરવાની પ્રથા પણ અનોખી છે અને તેના પર સવાલો ઉઠતાં રહે છે.

સ્વાઝિલેન્ડ પૂર્ણ રીતે રાજાશાહી ધરાવતો દુનિયાનો અંતિમ દેશ છે. અહીંના રાજા મસ્વતિ-3 પર લૈવિશ લાઇફ સ્ટાઇલ એન્જોય કરવાનો આરોપ લાગતો રહે છે જ્યારે આ દેશના 63% લોકો ગરીબી રેખા નીચે જીવે છે.

સ્વાઝિલેન્ડના રાજા મસ્વતિ-3ની 14 પત્નીઓ છે અને 25થી વધારે બાળકો છે. આ પહેલા રાજાની પણ 15 પત્નીઓ હતી પરંતુ ગત વર્ષે 1 પત્નીનું મોત થયું હતું. મીડિયાના રિપોર્ટ અનુસાર, 37 વર્ષીય મસાન્ગોએ કથિત રૂપે આત્મહત્યા કરી લીધી હતી.

સ્વાઝિલેન્ડમાં દરવર્ષે રીડ ડાંસ સેરેમની યોજવામાં આવે છે. સપ્ટેમ્બરમાં યોજાતી આ સેરેમનીમાં 40 હજાર સુધી વર્જિન છોકરીઓ ભાગ લે છે. ખુલી છાતીએ છોકરીઓની પરેડ કરવામાં આવે છે. પરંપરા મુજબ, રાજાને એ અધિકાર છે અને તે દરવર્ષે તેમાંથી એક છોકરીને પોતાની પત્ની તરીકે પસંદ કરી શકે છે. ઘણી છોકરીઓએ તેના પર સવાલ ઉઠાવ્યાં હતા, પરંતુ રાજાએ તેમના પરિવાર પર દંડ લગાવી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે સ્વાઝિલેન્ડ દક્ષિણ આફ્રિકામાં સ્થિત છે. તેમની સીમાઓ દ.આફ્રિકા અને મોઝામ્બિક સાથે લાગે છે. અહીંની વસ્તી લગભગ 13 લાખ છે. ગત વર્ષે રાજાએ પોતાના દેશનું નામ સ્વાઝિલેન્ડથી બદલીને કિંગ્ડમ ઓફ ઇસ્વાતિની રાખી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp