પેરિસની દુલ્હને બિહારી વરને આપ્યું દિલ, બેગુસરાય આવીને લીધા સાત ફેરા

PC: https://hindi.news18.com/

આ દિવસોમાં બિહાર સહિત દેશભરમાં લગ્નની સિઝન ચાલી રહી છે. દરરોજ અનેક યુગલો એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. લગ્નની સિઝનમાં બિહારમાં એક લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. વાસ્તવમાં આ લગ્નમાં એક વ્યક્તિ ભારતની હતી જ્યારે બાકીની વ્યક્તિ સાત સમુદ્ર પાર એટલે કે વિદેશની હતી. આ મામલો બિહારના બેગુસરાયનો છે, જ્યાં ફ્રાંસની એક યુવતીએ ભારતીય યુવક સાથે લગ્ન કરી લીધા છે.

ખાસ વાત એ છે કે, આ લગ્ન બંને પરિવારોની સહમતિથી થયા હતા અને તેમાં હાજરી આપવા માટે દુલ્હનના માતા-પિતા પણ ફ્રાન્સથી ભારત આવ્યા હતા. બેગુસરાયમાં યોજાયેલા લગ્નમાં વિદેશી મહેમાનોએ બિહારની સંસ્કૃતિનો આનંદ માણ્યો અને ડાન્સ પણ કર્યો હતો.

ફ્રાન્સની રહેવાસી મેરી લોરે હેયરના લગ્ન બેગુસરાયના રહેવાસી રાકેશ કુમાર સાથે થયા હતા. બેગુસરાયમાં જ બંનેએ પરિવારની હાજરીમાં સાત ફેરા લીધા અને લગ્ન કરી લીધા. બંનેએ સંપૂર્ણપણે ભારતીય રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. 

લગ્નમાં વિદેશી દુલ્હનને જોવા માટે ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી લોકોની ભીડ ઉમટી પડી હતી. બેગુસરાયના એક યુવકના વિદેશી યુવતી સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ થયેલા લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા હતા.

21 નવેમ્બરની રાત્રે, ફ્રાન્સ પેરિસની રહેવાસી મેરી લોરે હેયરે ભગવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કથરિયા ગામના રહેવાસી રાકેશ કુમાર સાથે સંપૂર્ણ હિંદુ રીતિ-રિવાજથી લગ્ન કર્યા. વાસ્તવમાં, 5 વર્ષ પહેલા, જ્યારે રાકેશ કુમાર ગાઇડ તરીકે કામ કરતા હતા, ત્યારે ભારત મુલાકાતે આવેલી મેરી સાથે મિત્રતા થઈ અને મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ.

જ્યારે બંનેના પરિવારજનોને ગાઈડ રાકેશ કુમાર અને મેરીના પ્રેમની જાણ થઈ ત્યારે પરિવારના સભ્યો પણ લગ્ન માટે રાજી થઈ ગયા. આ પછી, બંનેના લગ્ન બેગુસરાયમાં નક્કી કરવામાં આવ્યા હતા અને 21 નવેમ્બરના રોજ બંને પ્રેમીઓએ એકબીજા સાથે જીવન પસાર કરવા માટે સાત ફેરા લીધા હતા.

આ લગ્નમાં ફ્રાન્સની રહેવાસી ગર્લફ્રેન્ડ મેરી લોરેની વાત હતી, જેણે ભારતમાં હિન્દુ રીતિ-રિવાજો અનુસાર લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. મેરી તેના પરિવારના સભ્યો સાથે બેગુસરાય પહોંચી અને 21 નવેમ્બરની રાત્રે રાકેશ સાથે લગ્ન કર્યા.

બેગુસરાયમાં યોજાયેલા આ લગ્નમાં યુવતીના પરિવારજનોએ બિહારના લોકો સાથે ખૂબ જ મસ્તી કરી હતી અને દેશી ગીતો પર ડાન્સ પણ કર્યો હતો. રાકેશના પિતા રામચંદ્ર શાહે જણાવ્યું કે, વર અને કન્યા આવતા અઠવાડિયે ફરી પેરિસ પરત ફરશે.

રાકેશના પરિવારના સભ્યોએ જણાવ્યું કે, ભારતે પુત્રવધૂ મેરીને એટલી પ્રભાવિત કરી કે તે અહીંની સંસ્કૃતિ અને સભ્યતાને નજીકથી જોવા માટે બેગુસરાય જેવા નાના શહેરમાં લગ્ન કરવા તૈયાર થઈ ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp