જે કોલેજમાં પિતા પટાવાળા હતા, ત્યાં ભણ્યાં પછી મેળવી 20 લાખની નોકરી

PC: ipleaders.in

માતા-પિતા પોતાના સંતાનો માટે મહેનત કરીને તેમને સારું ભણાવતા હોય છે, અને તેમનું એક જ સપનું હોય છે કે તેઓ સારી નોકરી મેળવે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રિતિકા સુરીનના માતા-પિતા 20 વર્ષ પહેલા ઝારખંડથી રોજીરોટી કમાવવા માટે નોઈડા આવ્યા હતા. તે પછી તેમણે પોતાની દુનિયા અહીં જ સેટલ કરી લીધી. સખત મહેનત કરી દીકરીને ભણાવી ગણાવી. દીકરીને મળી 20 લાખ રૂપિયાની નોકરી.

કહેવાય છે ને કે મંઝિલ મળી જ જશે, ભટકી ભટકી ને ખોવાઈ તો એ જાય છે જે ઘરની બહાર જ નથી નીકળતા. આ વાતને ઝારખંડની રહેવાસી રિતિકા સુરીને સાચી સાબિત કરી બતાવી છે. રિતિકા સુરીન ગ્રેટર નોઈડાની એક ખાનગી કોલેજમાં અભ્યાસ કરે છે. આવી સ્થિતિમાં તેને કોલેજ તરફથી 20 લાખ રૂપિયાના વાર્ષિક પેકેજનું પ્લેસમેન્ટ મળ્યું છે. જ્યારથી રિતિકાના માતા-પિતાને આ સમાચાર મળ્યા છે ત્યારથી તેઓ આનંદમાં છે.

રિતિકા સુરીનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તે ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. રિતિકા સુરીનના માતા-પિતા 20 વર્ષ પહેલા ઝારખંડથી રોજીરોટી કમાવવા માટે નોઈડા આવ્યા હતા. તે પછી તેમણે પોતાની દુનિયા અહીં જ સેટલ કરી લીધી.

રિતિકા સુરીનના પિતા નવલ સુરીન કહે છે કે, હું એક ખાનગી કોલેજમાં પટાવાળા તરીકે કામ કરું છું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારી દીકરી આટલું સારું ભણશે અને આટલું સારું કરશે. પરંતુ ઘણી મુશ્કેલીમાં જીવન વિતાવીને દીકરીને ભણાવી છે. અમને બરાબર હિન્દી બોલતા પણ આવડતું નથી. પણ રીતિકા બહુ સારું અંગ્રેજી બોલે છે. માતા મેરી ગ્લોરિયા સુરીન કહે છે કે, હું નોઈડામાં લોકોના ઘરે ચુલા-ચોકાનું કામ કરું છું. શરૂઆતમાં ખાવા માટે પણ પૈસા નહોતા. ધીમે ધીમે કરીને ઘણું કર્યું અને દીકરીને ભણાવી.

રિતિકા સુરીન MBA કરી રહી છે. તેનું પ્લેસમેન્ટ ઓટો ડેસ્ક કંપનીમાં વાર્ષિક રૂ. 20 લાખ તરીકે થયું છે. તે કહે છે કે હું મારા માતા-પિતાને ગૌરવ અપાવવા માંગુ છું. મારે મારી જાતને સાબિત કરવાની છે કે મને મળેલી તકને હું લાયક છું. મેં મારી માતાને સખત મહેનત કરતા જોઇ છે. હું જે કોલેજમાં ભણું છું ત્યાં મારા-પિતા પટાવાળા તરીકે કામ કરે છે. હું આ બધું ભૂલી શકતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp