દુનિયાની સૌથી વિચિત્ર જગ્યા, જ્યાં મહિલાઓ પોતાના વાળ કાપીને દિવાલ પર લટકાવે છે

PC: zeenews.india.com

દુનિયામાં વિચિત્ર સ્થળોની કોઈ ખોટ નથી. જો તમે ઇન્ટરનેટ પર સર્ચ કરશો, તો સ્ક્રીન પર સંપૂર્ણ લીસ્ટ દેખાશે. પરંતુ આજે અમે તમને તે જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમે ચોક્કસ ચોંકી જશો. કેપ્પાડોસિયા નામની તુર્કીમાં એક જગ્યા છે. ખૂબ જ સુંદર શહેર, જ્યાં તમને ફુગ્ગા ઉડતા નજર આવશે. પરંતુ આ જગ્યા અન્ય કારણથી પણ પ્રખ્યાત છે. અહીં એક વિચિત્ર મ્યુઝિયમ છે, જેની સ્થાપના ગેલિપ દ્વારા કરવામાં આવી હતી. દર વર્ષે સેંકડો પ્રવાસીઓ આ મ્યુઝિયમની મુલાકાત લે છે અને તેમના શરીરનો એક ભાગ છોડીને જાય છે. આ મ્યુઝિયમ દુનિયાના 15 સૌથી વિચિત્ર મ્યુઝિયમમાં છઠ્ઠા નંબર પર છે.

વાસ્તવમાં આ વિચિત્ર જગ્યા એક હેર મ્યુઝિયમ છે, જે અવનોસ શહેરમાં સ્થિત છે. તમે વિચારતા જ હશો કે હેર મ્યુઝિયમનું વાળી શું કામ. તો તમને જણાવી દઈએ કે અહીં 16000 થી વધુ મહિલાઓના વાળ છે. અહીં આવનારા પ્રવાસીઓ, જેમાં મહિલાઓ પણ સામેલ હોય છે, તેઓ પોતાના વાળ કાપીને અહીં લટકાવી દે છે.

આ મ્યુઝિયમની વાર્તા ખૂબ જ રમુજી અને 35 વર્ષ જૂની છે. એક ફ્રેન્ચ મહિલાએ તેના વાળ અહીં છોડી દીધા. આ પછી તેને હેર મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યું. આજથી 35 વર્ષ પહેલા ફ્રાન્સથી એક મહિલા કેપાડોસિયાની મુલાકાતે આવી હતી. ત્યાં તે એક માણસને મળી જે પથ્થરો કાપતો હતો. તુર્કીમાં ત્રણ મહિના ગાળ્યા પછી, તેમને એકબીજાથી પ્રેમ થઈ જાય છે.

જ્યારે મહિલાના જવાનો સમય આવ્યો ત્યારે તેણે તેના વાળ કાપીને વર્કશોપની દિવાલ પર લટકાવી દીધા. આ પછી જે પણ સ્ત્રી અહીં આવે છે અને આ વાર્તા સાંભળે છે, તે તેના વાળ કાપીને દિવાલ પર લટકાવી દે છે. જેના કારણે આ જગ્યા હેર મ્યુઝિયમમાં ફેરવાઈ ગઈ છે.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ મ્યુઝિયમનું નામ વર્ષ 1998માં સામેલ કરવામાં આવ્યું છે. જે જગ્યાએ એક મહિલાએ પોતાના વાળ કાપીને જતી વખતે લટકાવી દીધા હતા, આજે તે જગ્યા લાખો મહિલાઓના વાળથી ભરેલી છે. દર વર્ષે આ મ્યુઝિયમના માલિક અને સ્થાપક, ગૈલિપ લોટરીનું આયોજન કરે છે અને 20 નસીબદાર લોકોને કેપાડોસિયા ફેરવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp