દુનિયાના સૌથી વજનદાર વ્યક્તિએ કરી બતાવ્યો કમાલ, 2 વર્ષમાં ઉતાર્યું 300 કિલો વજન

PC: antena3.com

મેક્સિકોના એગુઅસકેલિન્ટીસમાં રહેતા જુઆન પેડ્રો ફ્રાન્કોએ એ કરી બતાવ્યું છે જે કરી બતાવવું સરળ નથી. 2 વર્ષ પહેલાં 34 વર્ષીય જુઆનનું વજન 595 કિલો હતું. જેના કારણે જુઆનને 'વિશ્વના સૌથી વજનદાર વ્યક્તિ' હોવાનું ટાઇટલ મળ્યું હતું. પરંતુ છેલ્લાં બે વર્ષમાં તેણે 300 કિલો વજન ઘટાડીને હાલ 304 કિલો વજન કરી દીધું છે. આ સાથે જ જુઆને વિશ્વના સૌથી ભારે વ્યક્તિનો રેકોર્ડ ગુમાવી દીધો છે. જો કે, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાંથી તેનું આ ટાઇટલ પાછું ખેંચી લેવાથી તે ઉદાસ નહીં પણ ખુશ છે કારણ કે, તે હવે અગાઉ કરતાં વધુ સારી રીતે જીવન જીવી રહ્યો છે.

બે વર્ષ પહેલાં જુઆન બે-ચાર ડગલાં પણ ચાલી શકતો નહોતો. ખૂબ વજન હોવાને લીધે તેનું સ્વાસ્થ્ય ઘણીવાર નબળું પડી જતું હતું. જુઆન જ્યારે 6 વર્ષનો હતો ત્યારે તેનું વજન 60 કિલો હતું. જુઆનને બાળપણથી જ મોટાપાનો રોગ હતો. 17 વર્ષની વયે તેનો કાર એક્સિડન્ટ થઈ ગયો હતો. અકસ્માતને કારણે, જુઆનને ઘરે ઘણો સમય પસાર કરવો પડ્યો હતો અને તેન કારણે તેના વજનમાં વધારો થયો હતો. વધારે વજનને લીધે તેણે આશરે છ વર્ષ પથારીમાં જ કાઢવા પડ્યા. તેનું વજનદર વર્ષે આશરે 9 કિલો જેટલું વધતું જતું ગયું. જ્યારે તેને 'વિશ્વના સૌથી ભારે વ્યક્તિ'નું શિર્ષક મળ્યું ત્યારે તેને લાગ્યું કે હવે વજન ઓછું કરવા માટે કંઇક કરવું જોઈએ.

595 કિલોગ્રામ વજન ધરાવતો જુઆન પોતાના પલંગ પરથી ઊભો પણ નહોતો થઈ શકતો. રોજિંદા કામ જેવા કે નહાવું, ફરવું કે કપડાં પહેરવાનું કામ પણ તે જાતે નહોતો કરી શકતો. બે વર્ષ પહેલાં જુઆને નક્કી કર્યું કે તે સર્જરી કરાવી પોતાનું વજન ઘટાડશે. અત્યાર સુધી તેની બે સર્જરી થઈ ચૂકી છે અને તેણે 300 કિલો વજન ઘટાડી દીધું છે. હવે જુઆન ચાલી શકે છે, જાતે સ્નાન કરી શકે છે અને પહેલાં કરતાં વધુ સારી રીતે જીવન જીવી શકે છે. જો કે, જુઆને હવે તંદુરસ્ત જીવન જીવવા વધુ 145 કિલો વજન ઘટાડી 138 કિલો વજન કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. જુઆનને વિશ્વાસ છે કે તે ટૂંક સમયમાં તેના આ ટાર્ગેટમાં સફળ થઇને બતાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp