ભૂલમાં પણ ઘરમાં ન રાખવી આ મૂર્તિઓ

PC: panditbooking.com

કેટલાક લોકો સજાવટના દૃષ્ટિકોણથી ઘરમાં કેટલીક મૂર્તિઓ રાખવાનું પસંદ કરતા હોય છે. જોકે ઘરમાં જે કોઈ મૂર્તિ રાખવામાં આવે એ વાસ્તુના હિસાબે રાખવામાં આવે તો ઘણું સારું રહે. આજે આપણે નજર કરીએ એવી જ કેટલીક મૂર્તિ પર જે મૂર્તિઓ ઘરમાં બને ત્યાં સુધી ન હોય તો ઘણું સારું.

જી હા, ઘરમાં જો નટરાજ શંકરની પ્રતિમા રાખવામાં આવે તો એને અશુભ માનવામાં આવે છે. કારણ કે ભગવાન શિવનું મન જ્યારે અશાંત રહેતું ત્યારે તેઓ તાંડવ કરતા અને કહેવાય છે કે શિવ જ્યારે તાંડવ કરતા ત્યારે સમગ્ર બ્રહ્માંડ હલવા માંડતું. વાસ્તુના જાણકારો કહે છે કે કળાકારો જ નટરાજની પૂજા કરતા હોય છે, આથી ઘરમાં એ મૂર્તિ ન રાખવી નહીંતર ઘરમાં લડાઈ-ઝગડા થવાની સંભાવના વધી જાય છે.

મા દુર્ગાએ દાનવોને હણવા માટે મા કાળીનું રૂપ ધારણ કર્યું હતું. અને મા કાળી હંમેશાં ગુસ્સામાં રહેતા હતા. એટલે ઘરમાં જો ગુસ્સો ન રાખવો હોય અને શાંતિ રાખવી હોય તો મા કાળીની પ્રતિમા ઘરમાં ન રાખવી.

શાસ્ત્રો અનુસાર શનિદેવની પત્નીએ તેમને શ્રાપ આપ્યો હતો કે જેમના પર તેમની નજર પડશે તેમનું સત્યાનાશ થશે. આથી ઘરની અંદર શનિદેવની મૂર્તિ રાખવું અયોગ્ય કહેવાય છે. તો મા લક્ષ્મી ઊભા હોય એવી મૂર્તિનો ફોટો પણ ઘરમાં રાખવો ન જોઈએ. એમ કહેવાય છે કે ઘરમાં જો લક્ષ્મીને ટકેલી રાખવી હશે તો બેઠેલા લક્ષ્મીજી જ રાખવા જોઈએ.

આ ઉપરાંત મંત્ર-તંત્રના દેવ ભૈરવનાથની મૂર્તિ પણ ઘરમાં રાખવી ન જોઈએ. ભૈરવનાથ વશીકરના દેવ છે અને એ મૂર્તિ ઘરમાં હશે તો તમે હંમેશાં કોઈકના વશમાં રહેશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp