આયર્લેન્ડમાં અનોખી ચોરી, ATMને ક્રેનથી ઉખાડીને લઇ ગયા ચોર

PC: youtube.com

આપણે ત્યાં ATMમાંથી પૈસા ચોરી થવાના ઘણાં કિસ્સાઓ થતા હોય છે. આવો જ એક કિસ્સો આયર્લેન્ડમાં થયો હતો પરંતુ અહીં ચોરોએ ATMમાં ચોરી કરવા માટે અનોખો રસ્તો પસંદ કર્યો હતો. અહીંના ઉત્તરીય પ્રદેશમાં આવેલા એક ATM ને લૂંટવા માટે ચોરોએ ક્રેનનો ઉપયોગ કર્યો હતો. આ આખી ઘટના CCTV કેમેરામાં કેસ થઇ હતી જોઇ શકાય છે કે મ્હોં ઢાંકીને આવેલા ચોરોએ ક્રેનની મદદથી ATMને ઉખાડી નાખ્યું હતું.

ચોરોએ ATM મશીનને કાઢવા માટે પહેલો જ ઇમારતની અગાસી અને દિવાલને ક્રેન વડે તોડી નાખી હતી. ત્યારબાદ તેઓ મશીનને ઉખાડીને તેને ખુલ્લી કારમાં નાખવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. આ ચોરી માત્ર ચાર મિનિટમાં પૂરી કરવામાં આવી હતી. પોલીસ મુજબ જ્યારે મશીન કારમાં ન ઘૂસી તો તેમણે એ જ સ્થિતિમાં કાર હંકારી લીધી હતી. ચોરોએ ક્રેન નજીકનાજ એક બિલ્ડીંગ સાઇટ પાસેથી ચોરી કરી હતી.

અહીં ATM ચોરીની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગે જાસૂસોની એક ટીમ બનાવવાની જાહેરાત કરી છે. 2019માં ઉત્તર આયર્લેન્ડમાં ATM ચોરીની આઠ ઘટના સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp