જાપાની લોકો પાસે આ બાબતો શીખશો તો થઈ જશો સફળ

PC: thejakartapost.com

જાપાનના લોકો બધી રીતે અત્યંત સક્સેસ છે અને વિસ્તારની દૃષ્ટિએ નાનકડો ટાપુ હોવા છતાં જાપાન બધા પ્રકારના રિસોર્સિસમાં અવ્વલ છે. એનું કારણ છે ત્યાંના લોકોની લાઈફ સ્ટાઈલ અને તેમના કેટલાક ચુસ્ત આગ્રહો. જેને તમે પણ ફૉલો કરશો તો તમને સફળ થતા કોઈ નહીં રોકી શકે.

જાપાનના લોકોની સૌથી મોટી ખાસિયત એ છે કે ત્યાંના લોકો સમયનું ચુસ્ત પાલન કરે છે અને તેમના તમામ કામો ચોક્કસ સમયે કરે છે. સમયની કિંમત કરવાનું તેમના લોહીમાં જ છે, જ્યાં દરેક જાપાની નાનપણથી એ પ્રકારની જીવન શૈલીથી જીવવા ટેવાયેલો છે. કોઈ પણ કામને ટાળવાનું કે એ કામમાં આળસ કરવી એ એ તેમનો સ્વભાવ નથી. આ કારણે જ તેઓ દરેક ક્ષેત્રે અવ્વલ રહે છે.

જાપાનના લોકોની બીજી ખાસિયત છે તેમની ઈમાનદારી. જાપાનમાં લોકો પોતાના કામ કે સંબંધ બાબતે અત્યંત ઈમાનદાર હોય છે. ત્યાંના લોકોને રસ્તે કોઈ કિંમતી સામાન કે પૈસા મળે તો તેઓ તરત એ પોલીસને હવાલે કરે છે. બીજી તરફ પોલીસ પણ એ વસ્તુના માલિકને ગમે એમ કરીને શોધીને વસ્તુ તેને પરત કરે છે.

જાપાની લોકો સ્વભાવે અત્યંત નમ્ર હોય છે. એક સંશોધનમાં પણ એ બહાર આવ્યું હતું કે જાપાનના લોકોના સ્વભાવમાં ઉગ્રતા કે તોછડાઈનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. તો આ પ્રજાને બાળપણથી જ અનુશાસન શીખવવામાં આવે છે.

આ ઉપરાંત આ લોકો મેનેજમેન્ટમાં પણ અત્યંત માહેર હોય છે. પોતાના કામ અને જીવનનું મેનેજમેન્ટ તો તેઓ કરે જ છે, પરંતુ મોટા શહેરોમાં ટ્રાફિક અને પાર્કિંગ બાબતે પણ આ લોકો સરકારે ઘડેલા કાયદાનું ચુસ્ત પાલન કરે છે, જેને કારણે તેઓ અત્યંત મેનેજ્ડ રહે છે.

જાપાની લોકો અત્યંત સ્વસ્થ જીવન જીવવામાં માનતા હોય છે. આ કારણે તેમનો આહાર અત્યંત સમતોલ અને પૌષ્ટિક હોય છે. સાથે જ તેઓ વર્કઆઉટ્સ પણ ઘણું કરતા હોય છે. તો તેમની અત્યંત મહત્ત્વની ખાસિયત છે સ્વચ્છતા. જાપાની લોકો દેશને અને તેમની આસપાસના માહોલને સ્વચ્છ રાખવામાં માને છે. આ કારણે તેઓ ભારતીયોની જેમ જ્યાં ત્યાં કચરો નથી કરતા અને પોતાની સાથે હંમેશાં એક બેગ રાખે છે, જેમાં જરૂર પડ્યે તેઓ કચરો ઠાલવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp