આ છે દુનિયાની સૌથી દમદાર દાદી, 71 વર્ષે પણ રોજ 3 કલાક જીમમાં કરે છે કસરત

PC: instagram.com

અમેરિકામાં રહેનારી એક 71 વર્ષની મહિલા પોતાની ફિટનેસને લીધે લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની ચુકી છે. મેરી ડફી નામની આ મહિલા પોતાની લાઈફના છઠ્ઠા દશકમાં ઈન્ટરનેશનલ પાવર લિફ્ટીંગ ચેમ્પિયન બની ચુકી છે. એટલું જ નહીં, તે 30 સ્ટેટ અને ઈન્ટરનેશનલ રેકોર્ડ્સ પોતાના નામ પર કરી ચુકી છે. મેરીએ કહ્યું હતું કે, મેં 10 વર્ષ પહેલા જીમને લઈને ગંભીર થવાનું શરૂ કર્યું હતું, કારણ કે મને લાગ્યું હતું કે મેં મારું વજન ઘણું વધારી દીધું છે. 

View this post on Instagram

A post shared by Mary Duffy (@mduff2404)

મેં પોતાના ચહેરાને મીરરમાં જોયો હતો અને મને અહેસાસ થયો હતો કે હું મારા વૃદ્ધાપણામાં આવી દેખાવા નથી ઈચ્છતી. તેના પછી મેં જીમ જવાનો નિર્ણય કર્યો હતો. તેમણે આગળ કહ્યું હતું કે, મારા થોડા પ્રયાસોથી હું વજન ઘટાડી શકી હતી અને આ નિર્ણયે મને જબરજસ્ત સ્તર પર પ્રોત્સાહિત કર્યો અને હું જીમને લઈને ઘણી સ્ટ્રીક્ટ રહેવા લાગી. મને અહેસાસ થયો કે હું જેટલી વધારે ટ્રેનિંગ કરી રહી હતી, હું એટલી જ વધારે એનર્જેટીક અને સારું મહેસૂસ કરતી હતી.

મેરી જ્યારે યુવા હતી ત્યારે તે જીમમાં એક્સરસાઈઝ પાછળ સમય વીતાવતી હતી પરંતુ, તેણે કોઈ દિવસ તેને ગંભીરતાથી લીધું ન હતું. જોકે વર્ષ 2007માં મેરી જ્યારે 59 વર્ષની હતી ત્યારે તેની માતાનું મોત થયું હતું. તેના પછી મેરી ઘણા સમય સુધી ડિપ્રેશનમાં રહી હતી અને તેમાંથી બહાર આવવા માટે તેણે જીમને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું હતું. મેરી પોતાની માતાના ગુજરી જવા પછી એટલી વધારે તણાવમાં હતી કે તેણે પોતાની માતાના ગયાના બે વર્ષ સુધી કંઈ કર્યું ન હતું. તેના લીધે તેનું વજન એટલું વધી ગયું હતું કે, બે વર્ષ બાદ તે પોતાની હાલાતથી પરેશાન થઈ ચુકી હતી અને તેણે પોતાની પરિસ્થિતિને બદલાનું નક્કી કર્યું અને જીમ જોઈન કર્યું. 

View this post on Instagram

A post shared by Mary Duffy (@mduff2404)

મેરી દર અઠવાડિયે બે વખત વેઈટ લિફ્ટીંગ સેશન્સ કરે છે. તે સિવાય તે કાર્ડિયો કરે છે અને રોજ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરે છે. મેરી આ સિવાય વેઈટ લિફ્ટીંગને પસંદ કરવા લાગી અને તે ઈન્ટરનેશનલ કોમ્પિટીશનમાં ભાગ લેવા લાગી. તેણે 64 વર્ષે 2014માં પહેલી વખત પાલર લિફ્ટીંગ સ્પર્ધામાં ભાગ લેવાનો નિર્ણય કર્યો હતો.

મેરી રોઈંગ મશીન અને ક્રોસ ટ્રેનર પર કાર્ડિયો કરે છે. તે સિવાય મિત્રોની સાથે વેઈટ લિફ્ટીંગ સેશન્સ કરે છે. ઘણી વખત તે દિવસમાં છ-છ કલાક ટ્રેનિંગ કરે છે. જોકે સામાન્ય રીતે તે અઠવાડિયામાં 20-25 કલાક જીમમાં વિતાવે છે. તે સિવાય ઘણા લોકો એવા છે કે જેમની ઉંમરને લઈને તેને જજ કરે છે. મેરી કહે છે કે હું આવા લોકોને કહું છું કે પ્લીઝ જઈને મારા રેકોર્ડ્સ ચેક કરો. મેરીને લોકો ઘણી વખત કહે છે કે, તેમની ઉંમરના લોકો જીમમાં નથી જતા પરંતુ મેરીને લોકોના આ સ્ટેટમેન્ટથી ફરક પડતો નથી. હું 40 વર્ષ કરતા 70 વર્ષે વધારે સારી દેખાઉં છું. તમે વીતી ગયેલા સમયને નથી બદલી શકવાના પરંતુ, આવાનારા સમય માટે તમારી તૈયારીઓ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp