કેમ આ મેડિકલ શોપનો ફોટો અચાનક થયો વાયરલ, આખરે શું છે ખાસ, જુઓ...

PC: twitter.com

સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર ક્યારે, શું વાયરલ થશે તે અંગે કંઈ કહી ના શકાય. એવી જ રીતે લુધિયાણાના એક મેડિકલ શોપનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે તમે એ વિચારી રહ્યા હશો કે આખરે આ ફોટામાં એવું તે શું છે, જેને કારણે આ ફોટો અચાનક આટલો બધો વાયરલ થવા માંડ્યો? તો ચાલો અમે તમને જણાવીએ આ દુકાનનો ફોટો વાયરલ થવાનું કારણ.

આ ફોટો વાયરલ થવા પાછળ એક ખાસ કારણ છે. તમે અવારનવાર દુકાનો પર બાપ અને દીકરાનું નામ જોયુ હશે, પરંતુ આ મેડિકલ શોપના ફોટામાં સાઈનબોર્ડ પર ગુપ્તા એન્ડ ડોટર્સ લખ્યું છે. એટલે કે પિતાની સાથે દીકરી લખ્યું છે. દુકાનની ઉપર લાગેલું આ સાઈનબોર્ડ સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ આ સાઈન બોર્ડના ખૂબ જ વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, આ એક નવી પરંપરાની શરૂઆત છે. સૌથી પહેલા આ મેડિકલ શોપના ફોટાને લુધિયાણામાં રહેતા ડૉક્ટર અમન કશ્યપે ટ્વીટર પર શેર કર્યો છે. આ ફોટાને શેર કરતા ડૉ. અમન કશ્યપે કેપ્શનમાં લખ્યું, જેન્ડર ભેદભાવની વચ્ચે દુકાનદાર દ્વારા આ પ્રકારનું પગલું ઉઠાવવું ખૂબ જ સરાહનીય છે.

આ ફોટોને અત્યારસુધી હજારો લોકો લાઈક કરી ચુક્યા છે, જ્યારે 500 કરતા વધુ લોકો તેને રીટ્વીટ કરી ચુક્યા છે. આ ફોટા પર એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું, આ પ્રકારનું સાઈનબોર્ડ મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. અન્ય લોકોએ પણ તેના પર વિવિધ પ્રકારની કમેન્ટ્સ આપી છે...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp