26th January selfie contest

કોણ છે આ વ્યક્તિ જે કલાકો સુધી બરફની અંદર નગ્ન બેસી શકે છે આઇસમેન તરીકે ઓળખાય છે

PC: twitter.com

વિમ હોફ વિશ્વભરમાં આઇસમેન તરીકે ઓળખાય છે. વિમ હોફે કપડાં વગર ખુલ્લા પગે 21 કિમીનુ અંતરસૌથીઓછા સમયમાં દોડીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તે કહે છે કે જો આપણે આપણા ડર પર કાબુ મેળવીશું અને આપણી માનસિક સ્થિતિને મજબૂત કરીશું તો આપણે કોઈપણ પરિસ્થિતિમાં જીતીશું. ક્યારેક તે કપડાં વગર માઉન્ટ એવરેસ્ટ પર ધ્વજ ફરકાવવા નીકળી પડે છે તો ક્યારેક તે બરફથી ભરેલા ટબમાં બેસીને લોકોને ક્રિસમસની શુભેચ્છા પાઠવતો જોવા મળે છે. વિમ હોફનો જન્મ 20 એપ્રિલ 1959ના રોજ લિમ્બર્ગમાં થયો હતો.

આઇમાન તરીકે જાણીતા વિમ હોફે વર્ષ 2007માં માઉન્ટ એવરેસ્ટ પર 7,200 મીટરની ઉંચાઈ પર ચઢાણ પૂર્ણ કર્યું. હોફે ચડતી વખતે શોર્ટ્સ કે ચંપલ પણ પહેર્યા ન હતા. આનાથી હોફના પગમાં ઈજા થઈ હતી. તેથી, તેણે માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ અધવચ્ચે અટકાવવું પડ્યું. હોફના જીવન પર 'what don't kill us' નામનું પુસ્તક પણ લખવામાં આવ્યું છે.

આઇસમેન વિમ હોફ કહે છે કે હું દરરોજ જીવનના પ્રેમમાં પડું છું. હું દુનિયાને કહેવા માંગુ છું કે કોઈપણ વ્યક્તિ આ પ્રકારનો પ્રેમ પ્રાપ્ત કરી શકે છે. આપણે અમૂલ્ય છીએ, તેથી જ આપણે જીવનને પ્રેમ કરવો જોઈએ. તેમજ આપણે એકબીજાને અને આપણી આસપાસ જે કંઈ પણ થઈ રહ્યું છે તે બધાને પ્રેમ કરવો જોઇએ. આપણે ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ.

વિમ હોફે કડકાની ઠંડીમાં પોલર સર્કલમાં 21 કિમી ખાલી શરીર અને ખુલ્લા પગે દોડીને રેકોર્ડ બનાવ્યો છે. હોફ સ્મિત સાથે તીવ્ર ઠંડી સહન કરવાની ક્ષમતા માટે પણ જાણીતા છે. બરફની નીચે તરવા માટે વિમનું નામ ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે.

હોફ તેની વિમ હોફ પદ્ધતિ હેઠળ જણાવે છે કે સતત એક્સપોઝર, ખાસ શ્વાસ લેવાની ટેકનિક અને યોગ અને ધ્યાનના સંયોજન દ્વારા આપણે ઠંડી પર કાબુ મેળવી શકીએ છીએ. વિમ હોફે 41 વર્ષની ઉંમરે બરફની નીચે સ્વિમિંગ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તો 26 જાન્યુઆરી, 2007 ના રોજ, 2 કલાક 16 મિનિટ અને 34 સેકન્ડમાં બરફ પર સૌથી ઝડપી હાફ મેરેથોન પૂર્ણ કરવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો.

આઇસમેન કહે છે કે તમે તમારી અંદર મોટા ફેરફારો કરવા માટે હંમેશા સક્ષમ છો. જો તમે અંદર ફેરફાર કરશો તો બહારની દુનિયામાં પણ તમારા માટે બધું બદલાઈ જશે. તેણે આખી દુનિયામાં આઇસબાથ ચેલેન્જ શરૂ કરી. આ પછી, આઇસ બાથ કરતા લોકોના વીડિયો અને ફોટો આખી દુનિયામાં વાયરલ થયા.

આઇસ બાથનો વીડિયો અને ફોટો વાયરલ થયા બાદ હોફે કહ્યું કે જ્યારે મેં આઇસ બાથ લેવાનું શરૂ કર્યું ત્યારે હું એકલો હતો. આજે, વિશ્વભરમાં લાખો લોકો આઇસ બાથ કરી રહ્યા છે. જાતે બરફ સ્નાન કરો અને તમારા પ્રિયજનોને પણ આવું કરવા માટે પડકાર આપો. તેનાથી આપણું શરીર મુશ્કેલ પરિસ્થિતિઓમાં લડવા માટે તૈયાર થઈ જશે.

વિમ હોફ કહે છે કે મારું હૃદય મારું માર્ગદર્શક છે. મારી લાગણીઓ મને દરેક જગ્યાએ લઈ જાય છે. મેં દાયકાઓથી આ લાગણીઓ દ્વારા મારી જાતને તાલીમ આપી છે. મેં શ્વાસ લેવાની કસરતો કરી અને કડકડતી ઠંડીમાં મારી જાતને તાલીમ આપી. આ સાથે હું મારા મનના ઊંડા ભાગમાં પહોંચ્યો જે સામાન્ય રીતે અસ્પૃશ્ય હતો. હું મુશ્કેલીઓની સામે લડતા શીખ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp