JCBનો કલર પીળો કેમ હોય છે, નામ કેવી રીતે પડ્યું?

PC: youtube.com

તમે કન્સ્ટ્રકશન સાઇટસ પર પીળા કલરની મશીનથી ખોદકામ અને તોડફોડ જેવા કામ કરતું જોયું હશે. આ મશીનને બંને બાજુથી ઓપરેટ કરી શકાય છે. બાંધકામ માટે આ મહત્ત્વના મશીનને JCB કહેવામાં આવે છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર JCB Ki Khudai’ ટ્રેન્ડ કરી રહ્યું હતું , જો કે તેનું કારણ અલગ હતું.

આ જમ્બો મશીનનો રંગ પીળો હોય છે. તેને JCB કહેવામાં આવે છે. શું છે ખાસિયત અને તેનો રંગ પીળો કેમ છે, આવા અનેક સવાલોના જવાબ ઘણા લોકોને ખબર નહીં હોય. તો ચાલો તમને તે રસપ્રદ તથ્યો વિશે તમને માહિતી આપીશું.

સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે તમે જે ખોદકામના મશીનને બોલચાલની ભાષામાં JCB કહો છો તે વાસ્તવમાં આ મશીનનું નામ નથી પરંતુ તેને બનાવનારી કંપનીનું નામ છે. આ કંપની લગભગ 80 વર્ષથી કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર વપરાતા મશીનોનું ઉત્પાદન કરી રહી છે. આ મશીન જેના દ્વારા ખોદકામ કરવામાં આવે છે. એનું નામ હોય છે બૈકહો લોડર. આ રીતે મશીનના અલગ અલગ નામ હોય છે. JCB કંપનીએ 1945માં એક એવું મશીન બનાવ્યું જેના શરૂઆતી મોડલમાં એક ટ્રોલી લગાવવામાં આવી હતી. આ કંપનીના માલિક અને ફાઉન્ડર બ્રિટશ અરબપતિ Joseph Cyrill Bamford હતા.

JCBએ 1945 પછી લગાતાર નવા નવા મશીનો બનાવ્યા અને અનેક ઇનોવેશન કરવામાં આવ્યા. કંપનીએ જેBackhoe loader બનાવ્યું હતું  તે 1953માં બનાવ્યું હતું, જે વાદળી અને લાલ રંગના હતા. એ પછી એને એપગ્રેડ કરીને 1964માં જેBackhoe loaderના બતાવ્યું હતું, જે પીળા રંગનું હતું. એ પછી લગાતાર પીળા કલરનું  જ મશીન બનાવવામાં આવી રહ્યું છે. અન્ય કંપનીઓ પણ કન્સ્ટ્રકશન સાઇટ્સ પર ઉપયોગમાં લેવાતા મશીનનો કલર પીળો જ રાખે છે.

JCB અથવા ક્રેન અથવા બાંધકામ સાઈટ પર વપરાતા આ મશીનોના પીળા રાખવાનું  કારણ વિઝિબિલિટી છે. તેની પાછળનું કારણ એ છે કે આ રંગ દ્વારા એટલે કે JCBથી ખોદકામનું સ્થાન સરળતાથી જોઈ શકાય છે, પછી તે દિવસ હોય કે રાત. આ રંગને કારણે દૂરથી ખબર પડે છે કે ત્યાં બાંધકામનું કામ ચાલી રહ્યું છે.  અંધારું હોય તો પણ પીળો કલર હોવાને કારણે દુરથી દેખાઇ જાય છે. એનો મતલબ છે કે આ મશીનોનો પીળો કલર માત્ર સલામતીને ધ્યાનમાં રાખીને રાખવામાં આવ્યો છે. એટલે મશીનનો કલર પીળો હોય છે.

તમે બાંધકામ સાઇટ્સ પર જોયું હશે કે મજૂરો પણ મોટા ભાગે પીળા કલરની હેલમેટ પહેરતા હોય છે. જો કે હવે રેડિયમ લાઇટ અને સ્ટીકર જેવી ટેકનોલીજીને કારણે હેલમેટના કલરમાં બદલાવ આવ્યો છે.

પીળા રંગની મશીન બનાવવાની શરૂઆત થયા પછી પણ JCB કંપનીએ વાદળી રંગનું  JCB બનાવ્યું હતું. જો કે આ મશીનને ખાસ કંપનીની 56મી એનિવર્સરીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હતું, જે હતી તો એકદમ ઇકો હેકહો લેજર પરતું તેની ખુબી આજે પણ JCBને મળતી આવતી હતી. આ મશીનમાં યૂનિયર જેક કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મતલબ કે તેનો રંગ ઇંગ્લેંજના ધ્વજ જેવો દેખાતો હતો.

JCBના મશીનને Backhoe Loader કહેવામાં આવે છે. આ મશીન બંને રીતે કામ કરે છે અને તેને ચલાવવાની રીત પણ ખાસ્સી અલગ હોય છે. આ મશીનને સ્ટિયરીંગને બદલે લીવર્સના માધ્યમથી હેન્ડલ કરવામાં આવે છે. મશીનમાંતરફ સ્ટીયરિંગ હોય છે., જ્યારે બીજી બાજુ ક્રેન જેવું લીવર લાગેલું હોય  છે, જે મોટી સાઇઝનો હિસ્સો હોય છે. આ મશીનથી કોઇ પણ સામાન ઉઠાવી શકાયછે, જે સામાનમાં ખાસ્સી માટી લાગેલી હોય તો તેનો ઉપયોગ કરવામાં આવે છે.

ઉપરાંત મશીનની બીજી તરફ એક સાઇડ બકેટ લગાવેલું હોય છે. એ બકેટ Backhoeની સાથે જોડાયેલું હોય છે અને તેનાથી ઓપરેટ થાય છે. જેને લીધે જ બકેટને ઉઠાવી શકાય છે. તે એક પ્રકારનું ટ્રેક્ટર  હોય છે.તેમાં મુખ્યત્વે આ ભાગોનો સમાવેશ થાય છે, જેમાં ટ્રેક્ટર, લોડર અને Backhoeનો સમાવેશ થાય છે. તેની સાથે એક કેબિન હોય છે અને તેમાં ટાયરની સાથે જ સ્ટેબિલાઇઝર લેગ્સ પણ હોય છે. જે અલગ-અલગ ભાગોને સમાવીને એક મશીનથી બનાવવામાં આવે છે.

 JCB ઈન્ડિયાની દેશમાં 5 ફેક્ટરીઓ અને એક ડિઝાઈન સેન્ટર પણ છે. JCB ગ્રુપની છઠ્ઠી ફેક્ટરી હાલમાં વડોદરા, ગુજરાતમાં બની રહી છે.. કંપનીએ ભારતમાં બનેલા મશીનોની 110થી વધુ દેશોમાં નિકાસ કરી છે. આ JCBના વન ગ્લોબલ ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ મુજબ ડિઝાઇન કરવામાં આવ્યા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp