રામ મંદિર માટે 81 વર્ષની આ મહિલાએ 28 વર્ષથી નથી ખાધું અન્ન

PC: tosshub.com

રામ મંદિરના નિર્માણ માટે મધ્ય પ્રદેશના જબલપુરની એક મહિલાએ એક સંકલ્પ લીધો હતો. જે હવે પૂરો થઈ રહ્યો છે. જબલપુરની રહેવાસી 81 વર્ષની મહિલાએ 28 વર્ષ પહેલા અયોધ્યામાં વિવાદીત ઢાંચો પડતા એક સંકલ્પ કર્યો હતો. આ મહિલાનું નામ ઊર્મિલા ચતુર્વેદી છે. જેણે સંકલ્પ કર્યો હતો કે, રામ મંદિર નિર્માણનું કામ શરૂ નહીં થાય ત્યાં સુધી તે કોઈ પ્રકારનું અન્નગ્રહણ નહીં કરે. હવે તા.5 ઓગસ્ટના રોજ રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજનનું આયોજન કરાયું છે. હવે ઊર્મિલાનો સંકલ્પ પૂરો થઈ રહ્યો છે.

વર્ષ 1992માં જ્યારે ઢાંચો પાડી દેવામાં આવ્યો હતો ત્યારે ઊર્મિલાની ઉંમર 53 વર્ષની હતી. એ પછી દેશમાં રમખાણ થયા હતા. એ સમયે ઊર્મિલાએ સંકલ્પ કર્યો હતો કે, જે દિવસે સૌની સહમતીથી રામ મંદિરનું નિર્માણ શરૂ થશે. એ દિવસે તે અન્ન ગ્રહણ કરશે. અન્ન ત્યાગના સંકલ્પને લઈ એમના પરિજનોએ એમનો સંકલ્પ ખતમ કરવા માનતા માની હતી. પણ ઊર્મિલા ટસના મસ ન થયા. ત્યારથી તે અન્ન ગ્રહણ કરતી નથી. માત્ર ફળાહાર કરી રહી છે. ઊર્મિલાના ઘરમાં પણ રામદરબાર છે. જ્યાં તેઓ દરરોજ બેસીને રામ નામના જાપ કરી રહ્યા છે. તા. 5 ઓગસ્ટના રોજ રામમંદિરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. ઊર્મિલા ચતુર્વેદીની ઈચ્છા છે કે, અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરી તે પોતાના સંકલ્પ ખોલશે.

 

પણ તે દર્શન કરી શકે એવું અત્યારે શક્ય નથી. કારણ કે, તા.5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં કોઈ બહારના વ્યક્તિને જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ માહોલમાં પરિવારજનો એ જણાવ્યું હતું કે, ઘરે બેસીને સમગ્ર કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ જોયા બાદ તેમને પોતાનો સંકલ્પ પૂરો કરાવવા પ્રયત્ન કરાવવામાં આવશે. છેલ્લા 28 વર્ષથી તે રામનામના જાપ કરી રહ્યા છે અને કોઈ પ્રકારના અન્ન ખાધા વગર જીવી રહ્યા છે. ઊર્મિલાએ જણાવ્યું હતું કે, મારી ઈચ્છા હતી કે, હું ભૂમિપૂજનના દિવસે અયોધ્યા જઈને રામલલ્લાના દર્શન કરૂ. પણ બધાએ એવું કહ્યું કે, આ શક્ય નથી. કારણ કે ત્યાં માત્ર આમંત્રણ મળે તો જ જઈ શકાય છે. તેમણે ઉમેર્યું કે, અંતે સંકલ્પ પૂરો થયો છે. હવે માત્ર અયોધ્યા જઈને બાકીનું જીવન ત્યાં પસાર કરવાની ઈચ્છા છે. ઊર્મિલાએ કહ્યું હતું કે, જ્યાં એક તરફ રામ મંદિર નિર્માણનું કામ શરૂ થઈ રહ્યું છે. રામ મંદિર ન બને ત્યાં સુધી અન્ન ગ્રહણ ન કરવાનો સંકલ્પ લીધો હતો. મોટા ભાગનો સમય પૂજા પાઠ અને રામાયણ વાંચવામાં પસાર થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી એમની જીવનશૈલીમાં કોઈ એવું પરિવર્તન આવ્યું નથી. તેઓ સવારે વહેલા ઊઠીને પૂજા કર્યા બાદ બાળકો સાથે સમય પસાર કરે છે. ત્યાર બાદ તેઓ રામાણય વાંચે છે. આમ તો તે એકલા રહીને રામાયણ વાંચે છે પણ સમય મળતા ઘરના અન્ય સભ્યો પણ રામાયણ અને ગીતાનું પઠન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp