બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મુદ્દે હિન્દુ હિતરક્ષક સમિતિની 4 માંગ
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો દિવસે ને દિવસે વધી રહ્યા છે. આ બધા વચ્ચે સુરતની હિન્દુ હિતરક્ષક સમિતિએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને આવેદન આપ્યું છે. આ આવેદનમાં હિન્દુ હિતરક્ષક સમિતિએ કહ્યું હતું કે, બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા બાદ હિન્દુઓ પરના અત્યાચારમાં વધારો થયો છે. હિન્દુઓના ધાર્મિક સ્થળોને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે.
હિન્દુ હિતરક્ષક સમિતિએ કહ્યું કે હિંસાની અને હત્યાઓની ઘટનામાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર ગુનાઓ થઈ રહ્યા છે. આ ખૂબ જ ચિંતાજનક સ્થિતિ છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે.
સમિતિએ પોતાના આવેદનમાં લખ્યું હતું કે, સરકારની જવાબદારી પોતાના નાગરિકોની સુરક્ષા હોય છે અને કોઈપણ પ્રકારે અત્યાચાર થાય તેને રોકે. આ અત્યાચારના વિરોધમાં ઇસ્કોનના સંત ચિન્મય કૃષ્ણ દાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર અત્યાચાર કરી ચિન્મય કૃષ્ણ દાસજીને જેલમાં મોકલી દેવામાં આવ્યા, જે કૃત્ય ખૂબ જ અમાનવીય છે.
સમિતિએ માંગ કરી છે કે, ચિન્મય કૃષ્ણ દાસજીને તાત્કાલીક મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ કરાય. પીડિતોને ન્યાય અપાવવા ગુનેગારો સામે કડક કાર્યવાહી થાય. હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધે. અત્યાચારોને રોકવા માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp