તેજ બહાદુર યાદવના ઉમેદવારી પત્રને લઇને સ્ટિંગ ઓપરેશન, મોટો ખુલાસો

PC: amarujala.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ વારાણસી બેઠક પરથી લડવા માગતા BSF ના નિષ્કાસિત જવાનનું ઉમેદવારી પત્ર કેમ અને કેવા સંજોગોમાં થયું તેનો ખુલાસો એક ખાનગી ન્યુઝ ચેનલે ચૂંટણી પંચના એક અધિકારીનું સ્ટિંગ કરીને કર્યો છે.

એક સ્ટિંગ ઓપરેશનમાં ચૂંટણી પંચના પર્યવેક્ષક સ્પષ્ટ રીતે કહેતા સાંભળી શકાય કે તેજ બહાદૂરનું ઉમેદવારી પત્રક નકારવાનું કારણ શોધવા માટે 48 કલાકનો સમય લાગ્યો હતો.

જો કે આ પહેલા યાદવના વકીલે એવો પણ દાવો કર્યો હતો કે પર્યવેક્ષકે વારાણસીના જિલ્લાધિકારીની સામે કહ્યું હતું કે નિષ્કાસિત કરવામાં આવેલા BSF જવાનનું ઉમેદવારી પત્ર નકારવાનું છે. ઉલ્લેખનયી છે કે વડાપ્રધાન મોદી સામે ચૂંટણીમાં ઉભેલા તેજ બહાદુર યાદવની ઉમેદવારી રદ કરી દેવાયા બાદ તેમને આરોપ લગાવ્યો હતો કે તેની ઉમેદવારી જાણીજોઇને રદ કરવામાં આવી હતી.

તેજ બહાદુરના વકીલ રાજેશ ગુપ્તાએ દાવો કર્યો હતો કે, વારાણસી ચૂંટણી ક્ષેત્રના રિટર્નિંગ ઓફિસરે તેમને કહ્યું હતું કે, તેજ બહાદુરના નોમિનેશનમાં કોઇ સમસ્યા નથી, એ સમયે આંધ્ર પ્રદેશના એક મોટા અધિકારી આવ્યાં અને જિલ્લાધિકારીને કહ્યું કે તેજ બહાદુરની ફાઇલ ક્યાં છે. આ અધિકારીઓએ DM ને કહ્યું કે આમનું ફોર્મ રિજેક્ટ કરવાનું છે.

ABP ન્યુઝે આ દાવાની તપાસ માટે ચૂંટણી પંચના એક અધિકારી પ્રવિણ કુમારનું સ્ટિંગ કર્યું હતું જેમાં તેઓ સ્પષ્ટપણ માને છે કે તેજબહાદુર યાદવનું ફોર્મ રદ કરવાનું કારણ શોધવા માટે 48 કલાકનો સમય લાગ્યો હતો. તેજ બહાદુર યાદવે પહેલા અપક્ષ અને ત્યારબાદ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું પરંતુ બંને વખતે ફોર્મ રદ થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp