દિલ્હીમાં AAPના 8 ધારાસભ્યો ભાજપમાં ગયા તો કેજરીવાલે ગુજરાતમા બદલો લીધો

PC: facebook.com/AAPkaArvind

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાઇ ગયા જેને કારણે કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો હતો, પરંતુ કેજરીવાલે એ વાતનો બદલો ગુજરાતમાં લઇ લીધો છે.

ગુજરાતમાં 66 નગર પાલિકાઓની 16 ફેબ્રુઆરીએ ચૂંટણી છે એ પહેલા મધ્ય ગુજરાતના વડોદરામા આવતી કરજણ નગર પાલિકાના 10 કોર્પોરેટરો તેમના સમર્થકો સાથે ભાજપ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટી જોઇન કરી લીધી છે. અને આ બધા મોટા પદ પર હતા.

આમ આદમી પાર્ટીના ગુજરાતના પૂર્વ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ભાજપમાંથી આવેલા કોર્પોરેટરોને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવીને સભ્ય તરીકે સામેલ કર્યા હતા. ભાજપ માટે આ એક ઝટકો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp