મહારાષ્ટ્રમાં હજુ 9 મંત્રીઓએ ખાતા સંભાળ્યા નથી, ફડણવીસ માટે મુશ્કેલી કેમ

PC: khabarchhe.com

મહારાષ્ટ્રમાં ભાજપ, શિંદે શિવસેના, અજિત પવાર NCPના ગઠબંધનમાં સરકાર તો બની ગઇ,દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પણ બની ગયા, પરંતુ હજુ પણ ગઠબંધનમાં બધુ સમસુથરુ ચાલી નથી રહ્યું. 9 મંત્રીઓએ હજુ સુધી તેમના ખાતા સંભાળ્યા નથી અને ન્યૂ યરની ઉજવણી કરવા માટે ઉપડી ગયા છે. તેમને ફાળવાયેલા ખાતાથી તેઓ નારાજ હોવાનું જાણવા મળ્યું છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બર 2024માં થઇ ત્યારે કોઇને એવી ધારણા નહોતી કે મહાયુતિ ગઠબંધન ઇતિહાસ રચી દેશે.પરંતુ એ પછી મુખ્યમંત્રી બનવાની ખેંચતાણ ચાલી એ પછી મલાઇદાર ખાતા મેળવવા માટે હોબાળો મચ્યો. હવે 9 મંત્રીઓ તેમના ખાતા સંભાળ્યા નથી.મતલબ કે દેવેન્દ્ર ફડણવીસ માટે 5 વર્ષ કાઢવા સહેલા નહી હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp