પાયલટની પદયાત્રાથી કોંગ્રેસને ફાયદો કે નુકસાન? સરવેમાં આવ્યું ચોંકાવનારું તારણ

PC: telegraphindia.com

રાજસ્થાનમાં હાલના દિવસોમાં ભીષણ ગરમી વચ્ચે રાજકીય ગરમાવો પણ વધી ગયો છે. તેનું કારણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટની પદયાત્રા છે, જેમણે ભ્રષ્ટાચારના મુદ્દા પર પોતાની જ સરકાર વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. કોંગ્રેસમાં વધતા આંતરિક ઝઘડાએ વિધાનસભાની ચૂંટણી અગાઉ ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટું હથિયાર આપી દીધું છે. સચિન પાયલટ ભલે એમ કહી રહ્યા હોય કે આ કોઈ વ્યક્તિ વિરુદ્ધ નહીં, પરંતુ મુદ્દાની લડાઈ લડી રહ્યા છે, તેમની યાત્રાએ કોંગ્રેસના પડકારોમાં વધારો કરી દીધો છે જે અત્યાર સુધી એવો દાવો કરતી આવી છે કે તે અશોક ગેહલોતના નેતૃત્વમાં ફરી સરકાર બનાવશે.

સચિન પાયલટે જ્યારે પોતાનું અનશન સમાપ્ત કર્યું હતું, ત્યારે એવી આશા હતી કે કોંગ્રેસમાં તોફાન થંભી ગયું છે, પરંતુ જમીની હકીકત તેનાથી વિરુદ્ધ રહી અને પાયલટે ભ્રષ્ટાચાર અને પેપર લીક કેસમાં ‘જન સંઘર્ષ યાત્રા’ શરૂ કરી દીધી. પાયલટે યાત્રા શરૂ કરવા અગાઉ તેની ઔપચારિક જાહેરાત ભલે એક દિવસ અગાઉ કરી હતી, પરંતુ હજારોની સંખ્યામાં તેમનો સાથે આપવા માટે કાર્યકર્તા અને સમર્થક અજમેરમાં ભેગા થઈ ગયા, જે વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગ્યા છે.

સચિન પાયલટની પદયાત્રાથી કોંગ્રેસને કેટલું નુકસાન થઈ શકે છે અને જનતા તેને લઈને શું વિધારે છે? તેને લઈને ABP અને C વોટરે સાથે મળીને એક ત્વરિત સરવે કર્યું. ચાલો આ આર્ટિકલમાં જાણીએ કે આ સર્વે શું કહી રહ્યો છે. ABP અને C વૉટરે પોતાના સરવેમાં રાજસ્થાનની જનતાને એવો સવાલ પૂછ્યો કે પાયલટની યાત્રાથી શું કોંગ્રેસને નુકસાન થશે? તેના પર 42 ટકા લોકોનું માનવું છે કે તેનાથી કોંગ્રેસને ખૂબ નુકસાન થશે, તો 18 ટકા લોકો માને છે કે વધારે નુકસાન નહીં થાય.

સરવેમાં 29 ટકા લોકોએ માન્યુ કે, કોંગ્રેસને કોઈ નુકસાન નહીં થાય, જ્યારે એક ટકા લોકોએ ‘ખબર નહીં’નો જવાબ આપ્યો. એટલે કે સમજી શકાય છે કે લગભગ અડધી જનતા એવું માને છે કે પાયલટની યાત્રા ચૂંટણી અગાઉ કોંગ્રેસને નુકસાન કરીને જશે. રાજસ્થાનના આ સરવેમાં 1 હજાર 374 લોકો પાસેથી તેમના મંતવ્યો લેવામાં આવ્યા, જેમાંથી 42 ટકા માને છે કે પાયલટના ‘જન સંઘર્ષ યાત્રા’થી કોંગ્રેસને નુકસાન થશે. તો માર્જિન ઓફ એરરની વાત કરીએ તો તે પ્લસ માઇનસ 3 ટકાથી લઈને પ્લસ માઇનસ 5 ટકા હોય શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp