નરેશ પટેલને મળીને હાર્દિકના ધડાકા- અમે કોંગ્રેસને માત્ર આપ્યું છે કશું લીધું નથી

PC: gujarati.abplive.com

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને પાટીદાર નેતાએ વચ્ચે થયેલી બેઠક પછી યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રસ નેતા હાર્દિક પટેલે ફરી એક વખત કોંગ્રેસ સામેની નારાજગી વ્યકત કરી હતી. હાર્દિક પટેલે કહ્યુ કે કોંગ્રેસને અત્યાર સુધી અમે આપ્યું જ છે, કોંગ્રેસ પાસેથી કશું લીધું નથી. તેણે કહ્યું હતું કે જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તો મારી કોંગ્રેસ સામેની નારાજગી દુર થશે. મતલબ કે નરેશ પટેલ કોંગ્રેસમાં નહીં જોડાય તો નારાજગી ચાલું રહેશે. પત્રકાર પરિષદમાં હાર્દિક પટેલ અને નરેશ પટેલે હજુ પણ રાજકારણીઓને રમાડવાનું ચાલું જ રાખ્યું છે. બનેંએ પોતાના પત્તા આજે પણ ખોલ્યા નહોતા.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે પાટીદાર નેતાઓ સાથે 45 મિનીટ સુધી બેઠક કરી હતી. ખોડલધામમાં બપોરે 2 વાગ્યે યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલ, પાટીદાર નેતા દિનેશ બાંભણિયા,પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદા નરેશ પટેલ અને હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી.

પત્રકાર પરિષદમાં પહેલાં નરેશ પટેલે વાત કરતા કહ્યુ હતું કે પાટીદાર નેતાઓ સાથેની બેઠકમાં ગામડાઓના વિકાસ, પાટીદાર યુવાનો પર થયેલા કેસ પાછા ખેંસવા, મારા રાજકારણના પ્રવેશ અને હાર્દિક પટેલના રાજકારણ વગેરે મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. જો કે નરેશ પટેલે આજે પણ એમ જ કહ્યું હતું કે મારા રાજકારણમાં જોડાવા વિશે વધુ ચર્ચા પછી આગામી દિવસોમાં મારો મત જાહેર કરીશે. હાર્દિક વિશે નરેશ પટેલે કહ્યુ હતુ કે કયા પક્ષમાં જવું કે ન જવું તે બાબતે વિચારવા માટે હાર્દિક સ્વતંત્ર છે અને મેચ્યોર છે.

નરેશ પટેલ પછી હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમા કહ્યુ હતું કે હું હજુ કોંગ્રેસથી નારાજ છુ. મને કોંગ્રેસ કશું આપ્યું નથી, બધું અમે જ આપ્યું છે કોંગ્રેસને. જયારે હાર્દિકને પુછવમાં આવ્યું કે ઉદયપુરની  કોંગ્રેસની ચિંતન શિબિરમાં હાજરી ન આપવાનં કારણ શું હતું.?  એ પછી હાર્દિક પટેલે જે જવાબ આપ્યો તે ગળે ઉતરે તેવો નથી. હાર્દિક પટેલે કહ્યુ કે મારે ઇડર અને સુરેન્દ્ર નગર એક સામાજિક કાર્યક્રમમાં જવાનું હતું, એટલે ન ગયો. જો કે સાથે તેણે એમ પણ કહ્યુ કે જયાં સુધી મુદ્દાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કોંગ્રેસના કાર્યક્રમમાં હાજરી આપવાનો કોઇ મતલબ પણ નથી.

જો કે હાર્દિકે આજે પણ કોંગ્રેસ છોડશે? ભાજપમાં જશે? AAPમાં જશે? એવી કોઇ પણ પ્રકારની ચોખવટ કરી નહોતી. છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતના રાજકારણમાં નરેશ પટેલ અને હાર્દિક પટેલ જ ચર્ચામાં જ છે, પણ બનેં હજુ સુધી મગનું નામ મરી પાડતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp