રાહુલ ગાંધી જ રહેશે કોંગ્રેસના અધ્યક્ષઃ રણદીપ સુરજેવાલા

PC: cdn6.newsnation.in

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ પાર્ટી નેતાઓના જે કોર ગ્રુપનું ગઠન કર્યું હતું, તેને ચૂંટણી પરિણામો બાદ ભંગ કરી દેવામાં આવ્યું છે. બુધવારે પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ અંગે જાણકારી આપી છે.

રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોર ગ્રુપનું ગઠન કર્યું હતું, પરંતુ ચૂંટણી બાદ હવે આ ગ્રુપનો હવે ભંગ કરવામાં આવ્યો છે. રણદીપ સુરજેવાલાએ એવું પણ જણાવ્યું હતું કે, પાર્ટી ટૂંક સમયમાં જ લોકસભા અને રાજ્યસભામાં પોતાના નેતાઓના નામ નક્કી કરી લેશે અને તેનો નિર્ણય સોનિયા ગાંધી ટૂંક સમયમાં જ કરશે. સુરજેવાલાએ વધુમાં કહ્યું હતું કે, રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ છે અને રહેશે.

કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે જે કોર ગ્રુપનું ગઠન કર્યું હતું, તેમાં વરિષ્ઠ પાર્ટી નેતા એ. કે. એન્ટની, ગુલામ નબી આઝાદ, પી. ચિદમ્બરમ, અશોક ગહલોત, મલ્લિકાર્જુન ખડગે, એહમદ પટેલ, જયરામ રમેશ, રણદીપ સુરજેવાલા અને કે. સી. વેણુગોપાલ સામેલ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp