સિલેક્શનના 3 કલાક બાદ જ જાડેજાનું BJPને સમર્થન, PM મોદીએ આપ્યો આ જવાબ

PC: khabarchhe.com

વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગીના થોડાં કલાક બાદ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ BJPને સમર્થનની જાહેરાત કરી છે. 23 લાખ લોકો દ્વારા ટ્વિટર પર ફોલો કરાતા રવિન્દ્ર જાડેજાએ સોમવારે સાંજે ટ્વિટ કર્યું હતું કે, હું BJPને સપોર્ટ કરું છું.

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ BJPને સમર્થનની જાહેરાત કરવાની સાથે BJPનો સિમ્બોલ પણ શેર કર્યો છે. તેણે પોતાના ટ્વિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરવાની સાથે પોતાની પત્નીના હેશટેગનો ઉપયોગ કર્યો છે. સોશિયલ મીડિયા પર તેના ફેન્સે આ અંગે પ્રતિક્રિયા આપી છે. તો બીજી તરફ PM નરેન્દ્ર મોદીએ જાડેજાના ટ્વિટને રિટ્વિટ કરની જવાબ આપ્યો છે- આભાર @imjadeja! અને 2019 વર્લ્ડ કર માટે ભારતીય ટીમમાં પસંદગી થવા અંગે શુભેચ્છા પણ પાઠવી છે.

જણાવી દઈએ કે, રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ એક મહિના પહેલા જ BJP જોઈન કર્યું છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો જાડેજાના BJPના સમર્થનની વાતનું સ્વાગત કર્યું છે અને સાથે શુભકામનાઓ પણ પાઠવી છે. તો બીજી તરફ કેટલાક ફેન્સ એવા પણ છે, જેમને આ વાત પસંદ નથી આવી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp