સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં 4 પત્રોથી ખળભળાટ

ગુજરાતમાં 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ પહેલાં 4-4 લેટરબોંબ સામે આવવાને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે અને ભાજપની ચિંતા વધી ગઇ છે. દરેક લેટરમાં સ્ફોટક વાત લખવામાં આવી છે. જે પત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તેમાં ભાજપના આંતરિક ડખા, નેતાઓના ચારિત્ર્ય, ભ્રષ્ટ્રાચાર જેવી વાતો લખવામાં આવી છે.
ભાજપના સીનિયર નેતા ડો. ભરત કાનાબારે મીડિયા સાથેની વાતમાં કહ્યું છે કે, બધા નનામા પત્ર સાચા નથી અને બધા ખોટા પણ નથી. ભાજપના કાર્યકરોએ પાર્ટીના નિયમોને ધ્યાનમાં રાખીને નામ સાથે પત્ર લખવો જોઇએ. આવા પત્રોની સંગઠન કક્ષાએ નોંધ લેવાવી જોઇએ. આવી પ્રવૃતિઓથી પાર્ટીને નુકશાન થઇ શકે છે. મહાકુંભની જેમ ભાજપમાં પણ ઘણા બધા અખાડા સક્રીય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp