મહારાષ્ટ્ર સંકટઃ કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ ગડકરી સાથે મુલાકાત કરતા નવી ચર્ચા

PC: livemint.com

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવાનો આજે 12 દિવસ થઇ ગયા છે પરંતુ સરકાર રચવા માટે BJP અને શિવસેના વચ્ચે કોઇ વાતચીત થઇ નથી રહી જેને લીધે બીજા પક્ષો હવે સક્રિય થવા લાગ્યા છે. એક તરફ શિવસેનાના નેતા ફરી શરદ પવારને મળવા પહોંચ્યા છે તો વધુ એક મુલાકાતમાં કોંગ્રેસના થિંકટેંક મનાતા કદ્દાવર નેતા અહમદ પટેલે નીતિન ગડકરી સાથે મુલાકાત કરી છે. જો કે અહમદ પટેલે આ મુલાકાત બાબતે કહ્યું કે તેઓ ખેડૂતોની સમસ્યાને લઇને નીતિન ગડકરીને મળ્યા છે. તે છતાં રાજકીય જાણકારોનું માનવું છે કે આ મુલાકાતના રાજકીય અર્થ નીકળે છે કારણ કે ખેડૂતોની સમસ્યા બાબતે રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી સાથે મુલાકાત કરવાનો કોઇ અર્થ જોવા મળતો નથી.

મહારાષ્ટ્રમાં હવે સ્થિતિ બદલાવા લાગી છે કારણ કે જો 48 કલાકમાં સરકાર બનાવવાં બાબતે નિર્ણય ન લેવાયો તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની સંભાવનાઓ પણ જોવાવાં લાગી છે. એ દરમિયાન અહમદ પટેલનું નીતિન ગડકરીને મળવું સ્પષ્ટ રાજકીય સંકેતો આપી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે RSS દ્વારા શિવસેનાને મનાવવાની કોશીશ કરવાની જવાબદારી નીતિન ગડકરીને સોંપવામાં આવી છે જ્યારે કોંગ્રેસે પણ મહારાષ્ટ્ર પર નજર રાખવાની જવાબદારી અહેમદ પટેલને સોંપી છે. બીજી તરફ સંજય રાઉતે બુધવારે ફરી કહ્યું કે ચૂંટણી પહેલા જે પ્રસ્તાવ BJPએ આપ્યો હતો અમે એ પ્રસ્તાવ પર જ રાજી થઇશું. પાર્ટીને બીજો કોઇ પ્રસ્તાવ મંજૂર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp