અલ્પેશ ઠાકોર સિધ્ધપુરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે : ઠાકોર સેનામા ભાગલા

PC: theindianexpress.com

હું ચૂંટણી નહીં લડું એવું સ્પષ્ટ પણે જાહેરાત કરનારા અલ્પેશ ખોડાજી ઠાકોર હવે સિધ્ધપુરથી કોંગ્રેસમાં ચૂંટણી લડશે. તેના પગલે ઠાકોર સેનામાં પણ વિખવાદો શરૂ થઈ ગયાં છે. કારણ કે ઠાકોર સમાજના નામે આંદોલન કરીને હવે અલ્પેશ પોતાના પિતાને પણ વિરમગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. એ બતાવે છે કે ઠાકોર સેનાએ હવે કોંગ્રેસ સાથે સમાધાન કરી લીધું છે. તેની સામે ઠાકોર સેનાના અન્ય હોદ્દેદારો વિરોધ કરી રહ્યા છે. તેમનો દાવો છે કે બાપ દિકરાની જોડી કોંગ્રેસને નાખી તોડી.

કોંગ્રેસ એવું માનવા લાગી છે કે, અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાઈ જતાં અને પાટીદાર આગેવાન હાર્દિક પટેલ ભાજપને હરાવવાની ઝુંબેશ ચલાવતા હોવાથી હવેં કોંગ્રેસ જ સત્તા પર આવી રહી છે. પણ કોંગ્રેસનો ભ્રમ છે. ભાજપ પાસે સત્તા, નોટબંધીના પૈસા અને EVM છે. હજુ ભાજપની જ સરકાર બની રહી છે. ભારતીય જનતા પક્ષને હાલ હરાવવો મુશ્કેલ છે. બીજી બાજુ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં આવી જતાં અને ટિકિટ નકકી કરી લેતા ઠાકોર સેનાના હોદ્દેદારો નારાજ છે. તે હવે ભાજપમાં જવાનું વિચારી રહ્યા છે. આમ થાય તો કોંગ્રેસને ઘણું નુકસાન થાય તેમ છે.

વળી કયા પક્ષની સાથે જોડાવું તે 9 ઓક્ટોબરે ગાંધીનગરમાં સંમેલન બોલાવીને અલ્પેશ ઠાકોર જાહેર કરવાનો હતો. તે જાહેરતનું વચન ફોક કરતાં કોની સાથે રહેવું તે જાહેર કરવામાં આવ્યું નથી. તેથી ઠાકોર યુવાનોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ઠાકોર યુવાનો એવું માનવા લાગ્યા છે કે અમારી તાકાત પર બાપ બેટા ટિકિટ લઈને ચૂંટણી લડી રહ્યા છે. સમાજ માટે શું કર્યું એ તો જાહેર કરાતું નથી.

અલ્પેશને 6 બેઠકો આપવાનું કોંગ્રેસ દ્વારા સમાધાનના ભાગરૂપે નકકી થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp