આમરણાંત ઉપવાસ આંદોલન પહેલા હાર્દિક પટેલને લાગ્યો વધુ એક મોટો ઝટકો

PC: twitter.com/HardikPatel_

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને પોતાના આમરણાંત આંદોલન પહેલા એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. થોડા દિવસ પહેલા હાર્દિક પટેલે આંદોલન માટે જે ગ્રાઉન્ડની જાહેરાત કરી હતી, તે નિકોલના ગ્રાઉન્ડને અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્રી પાર્કિંગ જાહેર કરી દેવામાં આવ્યું છે, જ્યારે હવે હાર્દિકે 4 ગ્રાઉન્ડની માંગણી કરી હતી તેમાંથી કુલ 3 ગ્રાઉન્ડને પણ પાલિકાએ ફ્રી પાર્કિંગ પ્લેસ જાહેર કરી દેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આંદોલન માટે અલગ-અલગ 4 પ્લોટો માટે પસંદગી કરવામાં આવી હતી. પરંતુ શહેરની ટ્રાફિકની વ્યવસ્થાને ધ્યાનમાં લઈને કોર્પોરેશને એક પછી એક એમ 3 ગ્રાઉન્ડને પાર્કિંગ પ્લેસ જાહેર કરી દીધા છે. એટલે હવે જે એક પ્લોટ અંગે પાલિકાએ કોઈ નિર્ણય નથી લીધો, ત્યાં હવે પાટીદારો ઉપવાસ આંદોલન કરે તેવી શક્યતા છે. પરંતુ હજુ સુધી કોર્પોરેશન અને પોલીસ તરફથી હાર્દિક પટેલને કોઈ મંજૂરી નથી મળી.

પાટીદાર આગેવાનોએ એવો આરોપ લગાવ્યો છે કે, કોર્પોરેશન ચોથા પ્લોટને પણ નજીકના ભવિષ્યમાં પાર્કિંગ પ્લેસ જાહેર કરી દેશે. છેલ્લા દોઢ મહિનાથી લેખિતમાં બાહેંધરી માંગવામાં આવી છે, પરંતુ આ અંગે કોર્પોરેશને કોઈ સ્પષ્ટતા કરી નથી. પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનોનું કહેવું છે કે, પાટીદાર અનામત આંદોલન તોડી પાડવાના આ પ્રયાસો થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp