ચિંતન શિબિરમાં આમંત્રણ છતા ન ગયો હાર્દિક, હાઇકમાનને શું સંદેશ આપવા માગે છે?

PC: dnaindia.com

એક બાદ એક ચૂંટણીમાં હારથી સમેટાતી જતી કોંગ્રેસ પાર્ટી, રાજસ્થાનમાં 3 દિવસની ચિંતન શિબિર કરી રહી છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના લગભગ બધા મોટા નેતા આ ચિંતન શિબિરમાં હિસ્સો લઈ રહ્યા છે. 3 દિવસની ચિંતન શિબિર દ્વારા જ્યાં એક તરફ કોંગ્રેસના બધા નારાજ નેતાઓને મનાવવા અને અરસપરસનો મતભેદ સમાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહી છે તો કેટલાક નેતા અત્યારે પણ પાર્ટીથી નારાજ છે. ગુજરાતના યુવા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને આમંત્રણ છતા ચિંતન શિબિરમાં પહોંચ્યા નથી.

એ સિવાય G-23મા સામેલ કપિલ શિબ્બલ પણ ચિંતન શિબિરમાં ગયા નથી. રિપોર્ટ્સ મુજબ કોંગ્રેસે 430 પ્રતિનિધિઓને ચિંતન શિબિરમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, જેમાં હાર્દિક પટેલનું પણ નામ સામેલ હતું, પરંતુ હાર્દિક પટેલ ચિંતન શિબિરમાં પહોંચ્યા નથી. જોકે પાર્ટીમાં લાંબા સમયથી ઉપેક્ષિત ચાલી રહેલા જનાર્દન દ્વિવેદી જરૂર પાર્ટીના આમંત્રણ પર ચિંતન શિબિરમાં પહોંચ્યા છે. 3 દિવસ સુધી ચાલનારી ચિંતન શિબિરમાં કોંગ્રેસ અધ્યક્ષ પદને લઈને કોઈ ચર્ચા નહીં થાય, પરંતુ ચર્ચાનો મુદ્દો માત્ર ભારતીય જનતા પાર્ટી (BJP)ને રોકવા અને વર્ષ 2024 લોકસભાની ચૂંટણી સાથે જોડાયેલો છે.

ગત દિવસોના ગુજરાત પ્રવાસ પર રાહુલ ગાંધીને ન મળી શકવાને લઈને હાર્દિક પટેલે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ 5 કલાકની અંદર ઘણા નેતાઓ સાથે મળવાનું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, 15 દિવસ અગાઉ રાહુલ ગાંધીએ સંદેશ મોકલ્યો હતો કે, સમય મળતા જ તેઓ તેમની સાથે વાત કરશે. હાર્દિક પટેલે ચિંતન શિબિરમાં હિસ્સો ન લેવાને લઈને રાજનૈતિક ગલિયારામાં તેના ભાજપમાં સામેલ થવાની ચર્ચાએ જોર પકડયું છે. ગત દિવસોમાં ગુજરાત સરકારે હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ પાછો  લેવાનો નિર્ણય લીધો હતો.

હાર્દિક પટેલે અગાઉ કે.સી. વેણુગોપાલ સાથે મુલાકાત કરીને પીડા વ્યક્ત કરી હતી. હાર્દિક પટેલે કે.સી. વેણુગોપાલને એ જાણકારી આપી હતી કે તેમને કાર્યકારી અધ્યક્ષ તો બનાવી દેવામાં આવ્યા, પરંતુ કામ કરવા દેવામાં આવી રહ્યો નથી. પાર્ટીના કાર્યક્રમોના સંબંધમાં તેમને જાણકારી આપવામાં આવતી નથી. અહીં સુધી કે તેમને પાર્ટીના પોસ્ટરમાં પણ જગ્યા આપવામાં આવતી નથી. હાર્દિક પટેલની નારાજગીનું એક કારણ નરેશ પટેલના કોંગ્રેસમાં સામેલ થવાને લઈને છેલ્લા કેટલાક સમયથી ઊહાપોહની સ્થિતિ પણ બતાવવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp