26th January selfie contest

અમિત શાહે દિલ્હીમાં ઉચ્ચ બેઠક યોજી, આ મુદ્દે કરી અજીત ડોભાલ સાથે ચર્ચા

PC: PIB

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ, ડાયરેક્ટર (IB), RAW ચીફ અને ભારત સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સહિત જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના અધિકારીઓએ હાજરી આપી હતી.

ગૃહમંત્રીએ સુરક્ષા ગ્રીડની કામગીરી અને સુરક્ષા સંબંધિત તમામ પાસાઓની વિગતવાર સમીક્ષા કરી હતી અને PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ પ્રત્યે ભારત સરકારના અટલ સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો.

અમિત શાહે એરિયા ડોમિનેશન પ્લાન, ઝીરો ટેરર પ્લાન, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, UAPA અને અન્ય સુરક્ષા સંબંધિત બાબતોની પણ સમીક્ષા કરી હતી. તેમણે કેન્દ્રશાસિત પ્રદેશમાં સીમાપારથી ઘૂસણખોરીમાં નોંધપાત્ર ઘટાડો અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારાની નોંધ કરી હતી. જમ્મુ- કાશ્મીર પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓના પ્રયાસોની પ્રશંસા કરી. ગૃહમંત્રીએ નિયમિત પોલીસિંગને મજબૂત કરવા પર ભાર મૂક્યો.

ગૃહમંત્રીએ મે, 2023માંશ્રીનગરમાં યોજાનારી G-20 બેઠક માટેની તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી અને તમામ સંબંધિત એજન્સીઓને આ કાર્યક્રમના સફળ સંચાલન માટે સંકલિત રીતે કામ કરવા નિર્દેશ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp