જાણો એવું તે શું થયું કે ગૃહમંત્રી અમિત શાહે 108ની કામગીરીને બિરદાવી

PC: wikimedia.org

બીમારીના કારણે કોઈ વ્યક્તિને હોસ્પિટલમાં સારવારની જરૂર પડે અથવા તો અકસ્માતની ઘટનામાં વ્યક્તિને હોસ્પિટલે પહોંચાડવા હોય તો તાત્કાલિક લોકોના દીમાજમાં એક જ નંબર યાદ આવે છે. આ નંબર છે 108. 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોને જીવનદાન મળ્યું છે. 108 એમ્બ્યુલન્સમાં દર્દીને હોસ્પિટલ પહોંચવા સુધીના સમયમાં સામાન્ય સારવારની જરૂર પડે તો તેની સુવિધા પણ દર્દીને મળે છે. 108નું સંચાલન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને લોકોને વિના મુલ્યે આ એમ્બ્યુલન્સ સર્વિસ મળે છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ 108ની કામગીરીને ખૂબ જ બિરદાવવામાં આવી છે.

અમિત શાહના બહેનની તબિયત એકાએક ખરાબ થતા 108ની મદદથી તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં અમિત શાહના બહેનની સારવાર શરૂ કરવામાં આવી હતી. બહેનને 108 દ્વારા સમયસર હોસ્પિટલમાં પહોંચાડવામાં આવતા અમિત શાહ દ્વારા 108ના વખાણ કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ અનુસાર અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં અર્જુન ટાવર આવેલો છે. આ અર્જુન ટાવરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બહેન પરિવારના સભ્યોની સાથે રહે છે. અમિત શાહના બહેનની તબિયત એકાએક ખરાબ થઇ ગઈ હતી. તેમને ઉલટી અને ચક્કર આવવા લાગ્યા હતા. તેથી તેમના પરિવારના સભ્યોએ તાત્કાલિક 108ને ફોન કર્યો હતો. 108ને ફોન કરતા જ ગણતરીને સમયમાં બોડકદેવ 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બહેનને સારવાર માટે વૈષ્ણવદેવી નજીક આવેલી કે.ડી. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.

આ ઘટનાની જાણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને થતા તેઓ પણ તાત્કાલિક કે.ડી. હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને તેમને 108ની કામગીરીને બિરદાવી હતી. કેન્દ્રીયમંત્રી અમિત શાહના ભત્રીજા અને દર્દીના પુત્ર દર્શન શાહ દ્વારા પણ 108 એમ્બ્યુલન્સની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

મહત્ત્વની વાત છે કે, 108 એમ્બ્યુલન્સમાં આધુનિક મશીન, દવા અને વેન્ટીલેટરની પણ સુવિધા હોય છે. જેથી દર્દીને તેમાં જ પ્રાથમિક સારવાર મળી રહી છે. ગંભીર હાલતમાં દર્દીને સમયસર સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં 108 અગ્રેસર છે અને અત્યાર સુધીમાં હજારો લોકોનો જીવ 108ના કારણે બચ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp