ફક્ત 2019 જ નહીં આવનારા 50 વર્ષ સુધી સત્તામાં રહેવાની તૈયારી કરો: અમિત શાહ

PC: twitter.com/AmitShah

કર્ણાટકની ચૂંટણીના પરિણામ પછી ભાજપ ખુશી મનાવવાની જગ્યાએ 2019ની સામાન્ય ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. આ બાબત પર ભાજપના અધ્યક્ષ અમિત શાહે ગુરુવારે પાર્ટીના 7 મોર્ચાની સંયુક્ત બેઠક યોજી હતી. આ બેઠકમાં અમિત શાહે તમામ મેમ્બરને તરત જ મિશન 2019ની ચૂંટણીની તૈયારી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. જાણકારોના કહેવા પ્રમાણે ભાજપના ઇતિહાસમાં પહેલી વખત તમામ મોર્ચાના રાષ્ટ્રીય કાર્યકર્તાઓની સંયુક્ત બેઠક સર્જાઈ હતી.

આ બેઠકમાં અમિત શાહે નેતાઓને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું કે મોદી સરકારે 25 કરોડ લોકો સાથે સીધો સંપર્ક કરીને તેમનું જીવન ધોરણ સુધારવાનો પ્રયત્ન કર્યો છે. તેમના ઘરે ઘરે જઈને સંપર્ક કરવાની જવાબદારી પણ મોર્ચાને આપવામાં આવી છે. અમિત શાહે તેમના સંબોધનમાં પોતાના લક્ષ્ય વિશે વાત કરતા જણાવ્યું હતું કે '2019મા ભારતમાં ભાજપનો સત્તા પર આવવાનો સીધો અર્થ ભારતને વિશ્વગુરુ બનાવવાનો છે. એ ત્યારે જ સંભવ થઈ શકશે જ્યારે ભાજપ પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી સત્તામાં રહેશે. આ દિશામાં તમામે કાર્ય કરવાની જરૂર છે. ભાજપ વિચારધારાની પાર્ટી છે.'

આ દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે 'તમામ મોર્ચાના સદસ્યોએ દેશની જનતાની વચ્ચે મોદી સરકારની ઉપલબ્ધિઓને લઈ જઈને પ્રદર્શિત કરવી જોઈએ, જેનાથી આપણે 2014ની સરખામણીમાં 2019મા વધારે મતથી જીતી શકીએ.' આ સાથે અમિત શાહે કર્ણાટકની ચૂંટણીમાં જીત મેળવવા બદલ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે '2019 કે 2024નો સવાલ નથી, આપણે દેશમાં લાંબા સમય સુધી લોકો વચ્ચે જગ્યા બનાવવાની છે. 50 વર્ષ સુધી સત્તામાં રહેવાની તૈયારી સાથે કામ કરવાનું છે, એટલે કે સંગઠન મજબૂત બનાવવાનું છે'.

અમિત શાહે આગળ જણાવ્યું હતું કે 'દરેક ઘરે જઈને પાર્ટીની યોજના વિશે લોકોને માહિતી આપો અને તેમની પાસેથી પાર્ટીના નંબર પર મિસકોલ કરાવો, જેથી કાર્યકર્તાઓ કેટલા ઘરે ગયા છે તે વિશે માહિતી મળી શકે. બની શકે તો કાર્યકર્તાઓ પોતાનું વોટ્સઅપ લોકેશન પણ શેર કરી શકે છે. વધારેમાં વધારે લોકોને નમો એપ સાથે જોડવાના છે અને લોકોને બુથ સુધી પહોંચાડવાના છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp