મોદી સરકાર કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા તરફ આગળ વધી રહી છેઃ અમિત શાહ

PC: outlookindia.com

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કરી કહ્યું કે, કૃષિ ક્ષેત્ર માટે આજનો દિવસ ઐતિહાસિક છે. હું નરેન્દ્ર મોદી અને એન.એસ.તોમરનો આઠ પાકના વિવિધ 17 નવા બિયારણ ખેડૂતોને સમર્પિત કરવા બદલ આભાર માનું છું. આ પાકની ખેતી ભારતને સુપોષિત કરી 'ગ્રીન રિવોલ્યુશન' થી 'સદાબહાર ક્રાંતિ' તરફ લઇ જશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, મોદી સરકાર કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા તેમજ દેશને પોષણ સુરક્ષા પૂરી પાડવા તરફ આગળ વધી રહી છે. આ નવા પાકનું પોષણ મૂલ્ય ત્રણ ગણુ વધારે હશે, જે સામાન્ય થાળીને પોષક તત્વોમાં ફેરવશે જે પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન જેવા આવશ્યક પોષણથી ભરપૂર હશે.

અમિત શાહે કહ્યું કે, યોગ્ય પોષણ એ દેશના દરેક વ્યક્તિનો અધિકાર છે, જેના માટે મોદી સરકાર રાત-દિવસ પ્રયત્નશીલ છે. નરેન્દ્ર મોદીના આ સ્વપ્નદ્રષ્ટા નિર્ણયોથી અત્યંત ગરીબ વર્ગને યોગ્ય પોષણ તો પહોંચશે જ સાથે તેનાથી આપણા ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp