જય શાહ કેસ પર પહેલીવાર બોલ્યા અમિત શાહ

PC: cloudfront.net

BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની કંપનીના ટર્નઓવરને લઈને ઉઠી રહેલા સવાલો પર પહેલીવાર અમિત શાહે સ્પષ્ટીકરણ કર્યું છે. અમિત શાહને એક ન્યૂઝ ચેનલમાં પૂછવામાં આવ્યું હતું કે, ‘આરોપ લાગી રહ્યો છે કે જય શાહની કંપનીનું ટર્નઓવર 5 હજારથી વધીને 80.5 કરોડ રૂપિયા થઈ ગયું છે. વિપક્ષ પૂછે છે, આ કેવી રીતે થયું.’ તેના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસ પર આઝાદી બાદ કરપ્શનના કેટલાય આરોપો લાગ્યા, પણ કોંગ્રેસે એકપણ માનહાનિનો કેસ નથી કર્યો અને તેમની હિંમત કેમ ન થઈ માનહાનિ કરવાની? જય શાહે અપરાધિક માનહાનિનો કેસ ફાઇલ કર્યો છે. વિપક્ષ તપાસની માગ કરે છે, પરંતુ જયે જાતે તપાસની માગ કરી છે. હવે તમારી પાસે જે તથ્ય હોય, તે લઈને કોર્ટમાં પહોંચી જાવ, કોર્ટ ફેંસલો કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.