ઉમેદવાર ચૂંટણી ફોર્મ ભરવા જઇ રહ્યો હતો, પણ BJPએ ટિકિટ બીજાને આપી દીધી અને પછી...

PC: hindustantimes.com

મધ્ય પ્રદેશના બડનગર વિધાનસભા સીટથી BJPએ પહેલા જિતેન્દ્ર પંડ્યાને ઉમેદવાર બનાવ્યા હતા, એટલે તેઓ પોતાના સમર્થકો સાથે વાજતે-ગાજતે નોમિનેશન લેટર દાખલ કરવા માટે રેલી કાઢી રહ્યા હતા, પરંતુ ત્યારે જ તેમને સુચના આપવામાં આવી કે પાર્ટીએ તેમની જગ્યાએ હવે બીજા કોઇ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આ ખબર બાદ જિતેન્દ્ર પંડ્યા સમર્થકો સાથે પરત ફરી ગયા હતા. આ ઘટના બાદ તેમના સમર્થકોમાં રોષ વ્યાપી ગયો હતો અને નારાજ સમર્થકોએ પાર્ટી કાર્યાલયમાં હંગામો પણ કર્યો હતો તોડફોડ પણ કરી હતી.

BJPએ અંતિમ મિનિટે આ સીટ પર સંજય શર્માને ઉમેદવાર બનાવ્યા હતા. મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશન લેટર દાખલ કરવાનો છેલ્લો દિવસ શુક્રવાર હતો. બડનગરની વિધાનસભા સીટ પરથી કુલ 27 ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. BJPએ અહિયા છેલ્લી ઘડીએ જિતેન્દ્ર પંડ્યાનું પત્તુ કાપી નાખ્યું હતું. અડધે રસ્તેથી તેમને BJPના ઉમેદવાર બદલવાની ખબર મળતા તેઓ પરત ફરી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp