27 બેઠકમાં જીત બાદ CM કેજરીવાલ આ તારીખે સુરતમાં રોડ શો કરશે, જાણો AAPનું નિવેદન

PC: youtube.com

સુરતમાં આમ આદમીએ 27 બેઠકો જીતીને ગુજરાતમાં જોરદાર એન્ટ્રી કરી છે. સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસનું સ્થાન આમ આદમી પાર્ટીએ લીધું છે. સુરતમાંથી કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે. સુરતમાં આમ આદમી પાર્ટીના ખૂબ સારા પરિણામને લઇને 26 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે આવશે અને તેઓ સુરતમાં એક રોડ-શો પણ કરશે.

આમ આદમીનમાં આગેવાનોએ પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, મતદારોનો ખૂબ-ખૂબ આભાર અન્ય મહાનગરપાલિકાઓની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી બીજા નંબર પર રહી છે. વોટ શેર આમ આદમી પાર્ટીને ખૂબ સારો મળ્યો છે. એક ખૂબ મોટું રીઝલ્ટ મળ્યું છે. ઘણા રાજનૈતિક પંડિત એવું કહેતા હતા કે, અહિયાં અન્ય કોઈ પાર્ટી નથી ચાલતી ત્યાં ખૂબ સારું પરિણામ મળ્યું છે. વર્ષ 2015માં કોંગ્રેસ જે આંકડાઓ પર ઉભી હતી તે આંકડાઓ કરતા પણ ઓછા આંકડાઓ પર આજે કોંગ્રેસ ઉભી છે. ક્યાંકને ક્યાંક વિપક્ષ અને એક ઉમ્મીદ માનીને આમ આદમી પાર્ટીને મત આપ્યો છે. હું વિશ્વાસ અપાવું છું કે, સુરત મહાનગરપાલિકામાં જે તમે જિમ્મેદારી આપી છે તેને ધ્યાનમાં લઇને આગામી સમયમાં 2022માં વિધાનસભાની ચૂંટણી આવે છે તે પહેલા આમ આદમી પાર્ટી તમને રસ્તા પર સંઘર્ષ કરતી જોવા મળશે અને પાલિકામાં પણ ભાજપના શાસનની પોલ ખોટી અને તેની સાથે સંઘર્ષ કરતી આમ આદમી પાર્ટી તમને જોવા મળશે.

પ્રાઇવેટ શાળામાં ફી વધારવાના મુદ્દાને લઇને રસ્તા પર સંઘર્ષ કરવાનો હોય કે, પછી વીજળીના ભાવને લઇને રસ્તા પર પ્રદર્શન કરવાનું હોય તેમાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દંડા ખાશે અને જેલમાં પણ જશે, પણ એક મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવતા આમ આદમી પાર્ટી ગુજરાત માટે અને ગુજરાતના લોકો માટે સંઘર્ષ કરતી નજર આવશે. ગુજરાતની જનતાએ જે રીતે પ્રેમ દેખાડ્યો છે. તેને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 26 ફેબ્રુઆરીના રોજ સુરતની અંદર એક રોડ શો કરીને લોકોનો આભાર માનવા માટે આવશે.

મહત્ત્વની વાત છે કે, સુરતના પાટીદાર વિસ્તારમાં જ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટાઈને આવ્યા છે. કોંગ્રેસે બે ટિકિટ ન આપી તેના કારણે પાટીદારોએ આપને સમર્થન આપ્યું અને સુરતમાંથી કોંગ્રેસનો સફાયો કરી નાંખ્યો. દિલ્હીના આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાનો આભાર માને છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp