અસદુદ્દીન ઓવૈસીના મતે સાંસદ બનવાની ઉંમર આટલા વર્ષ હોવી જોઈએ, બિલ લાવવું જોઈએ

PC: thehindu.com

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મોનસૂન સત્ર દરમિયાન એક પ્રાઇવેટ બિલની માગણી કરી છે. AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પોતાના બિલમાં કહ્યું છે કે સાંસદ બનવાની ઉંમર ઘટાડીને 20 વર્ષ કરવી જોઈએ. અસદુદ્દીન ઓવૈસીએ તેની જાણકારી આપતા પોતે ટ્વીટ કરી છે. હું લોકસભામાં આજે એક બિલ લઈને આવ્યો છું, જેમાં ચૂંટણી લડવાની ઉંમર ઘટાડવાની માગણી છે. મારા બિલ મુજબ લોકસભાના સાંસદ અને ધારાસભ્ય બનાવવા માટે લઘુત્તમ ઉંમર 20 વર્ષ હોવી જોઈએ.

તો MLC માટે 22 અને રાજ્યસભાના સાંસદ બનવા માટે તેને (ઉંમર) 25 વર્ષ કરવી જોઈએ. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આ બિલનો વિરોધ કરવા પર અસદુદ્દીન ઓવૈસીએ સવાલ પણ કર્યો. તેઓ બોલ્યા કે ભાજપના સાંસદ યુવાઓને બતાવે કે તેમણે આ બિલનો વિરોધ શા માટે કર્યો. અસદુદ્દીન ઓવૈસીએ આગળ કહ્યું કે, આ બિલમાં એ લોકોનો પણ ઉલ્લેખ હતો, જેમને મનમાનીપૂર્ણ વોટ નાખવા અને ચૂંટણી લડતા રોકવામાં આવે છે. આ અગાઉ તેમણે તિરંગાને લઈને ભાજપ પર પ્રહાર કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને પોતાના ઘરોમાં તિરંગો ફરકાવવા સાથે સાથે સોશિયલ મીડિયા અકાઉન્ટની DPમાં તિરંગો લગાવવાની અપીલ કરી છે. તો AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ રાષ્ટ્રીય ધ્વજને લઈને એક નિવેદન આપીને ભાજપ અને RSS પર નિશાનો સાધ્યો હતો. તેમણે એક ટ્વીટ દ્વારા તિરંગા પર RSSના વિચારોને લઈને સંઘ પાસે સ્પષ્ટતા માગી હતી. તેમણે કહ્યું હતું કે, ‘મેં પોતાની ટ્વીટ દ્વારા કહ્યું કે જો ઓર્ગેનાઇઝર પત્રિકા RSSનું મુખપત્ર છે.

17 જુલાઇ 1947ના રોજ તેના એક સંસ્કરણમાં કહેવામાં આવ્યું હતું કે દેશના રાષ્ટ્રીય ધ્વજનો રંગ ભગવો હોવો જોઈએ. સંઘે માગણી કરી હતી. તો દેશના વડાપ્રધાન કહે છે કે RSS તેમનો પાયો છે, તેમને તેનાથી પ્રેરણા મળે છે. એક અન્ય ટ્વીટમાં તેમણે કહ્યું હતું કે, RSSની પત્રિકાએ એમ પણ કહ્યું હતું કે, તિરંગાના 3 રંગ ખરાબ છે. વડાપ્રધાન અને ભાજપે બતાવવું જોઈએ કે તેમણે જે કહ્યું છે કે ખરું છે કે ખોટું? એ સ્પષ્ટ કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp