જયા પ્રદા વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ આઝમ ખાન પર ECની કડક કાર્યવાહી

PC: hindustantimes.com

BJP ઉમેદવાર જયા પ્રદા વિરુદ્ધ SP નેતા આઝમ ખાનની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ચૂંટણી આયોગ (EC)એ કડક કારય્વાહી હાથ ધરી છે. ચૂંટણી આયોગે જયા પ્રદા વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરીને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા પર આઝમ ખાનના 72 કલાક સુધી પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આઝમ ખાન પર આ આદેશ મંગળવારે સવારે 10 વાગ્યાથી પ્રભાવી થશે. આઝમ ખાને રવિવારે રામપુરમાં એક જનસભા દરમિયાન અપ્રત્યક્ષરીતે જયા પ્રદા વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી.

શું બોલ્યા હતા આઝમ ખાં?

જણાવી દઈએ કે, રામપુરમાં પોતાના સંબોધન દરમિયાન આઝમ ખાંએ નામ લીધા વિના BJPના ઉમેદવાર જયા પ્રદા પર નિશાનો સાધ્યો હતો. આઝમ ખાંએ કહ્યું હતું કે, જેમને અમે આંગળી પકડીને રામપુર લાવ્યા, તમે 10 વર્ષ જેમની પાસે પ્રતિનિધિત્વ કરાવ્યું... તેમની અસલિયત સમજવામાં તમે 17 વર્ષ લાગ્યા, હું 17 દિવસમાં જ ઓળખી ગયો હતો કે, તેમનું અંડરવિયર ખાખી રંગનું છે.

આઝમ ખાન ઉપરાંત, કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી પર ચૂંટણી આયોગે કડક કાર્યવાહી કરી છે. ચૂંટણી આયોગે મેનકા ગાંધીના ચૂંટણી પ્રચાર કરવા પર 48 કલાકની રોક લગાવી દીધી છે. મેનકા ગાંધી વિરુદ્ધ પણ ચૂંટણી આયોગનો આ આદેશ મંગળવારે સવારે 10 વાગ્યાથી પ્રભાવી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp