બંગાળના આ દિગ્ગજ નેતા ટૂંક સમયમાં ભાજપ છોડી દીદીનો પાલવ પકડે તેવા એંધાણ

PC: jansatta.com

પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટી ઉથલ પાથલ થવાની સંભાવના દેખાઇ રહી છે. એક જમાનામાં ટીએમસીના મોટા નેતા ભાજપમાં જોડાઇ ગયા હતા અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા હતા પરંતુ હવે રોય ફરી ટીએમસીમાં ઘર વાપસી કરે તેવી સંભાવનાએ બંગાળના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.રોયના પુત્ર પણ ફરી ટીએમસીમાં આવી શકે છે.

 સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોય આજે ટીએમસીમાં ઘર વાપસી કરી શકે છે.ટીએમસીના ટોચના નેતાઓ સાથેની બેઠક પછી મુકુલ રોયે ટીએમસીમાં પરત આવવાનો નિર્ણય લીધો છે. અત્યારે ટીએમસી ભવનમાં મહત્ત્વની બેઠક ચાલી રહી છે અને આ બેઠકમાં મમતા બેનરજી અને મુકુલ રોય હાજર છે. સાથે જ મમતા બેનરજીના ભત્રીજા અભિષેક પણ હાજર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ટુંક સમયમાં મમતા બેનરજી પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપી શકે છે.  આ પહેલાં મુકુલ રોયે પત્રકારોને કહ્યું હતું કે પોતે ટીએમસી ભવન જઇ રહ્યા છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે મુકલ રોય એ વાતથી નારાજ છે કે 2019 લોકસભા ચૂટંણીમાં બીજેપીને બંગાળમાં વધારે સીટો પર જીત અપાવ્યા પછી પણ બીજેપી તરફથી  તેમને ઇગ્નોર કરવામાં આવી રહ્યા હતા. મુકુલ રોયને નજર અંદાજ કરીને સુવેન્દુ અધિકારીને વધારે મહત્ત્વ અપવામાં આવતા મુકુલ રોય નારાજ થયા અને ફરી ટીએમસીમાં જઇ રહ્યા છે.

તૃણમૂલ કોંગ્રેસના સ્થાપક સભ્ય રહી ચુકેલા રોય બંગાળ પેટા ચૂટંણીઓ પહેલાં જ પાર્ટીમાં પાછા ફરવા માંગતા હતા, એનું કારણ એવું છે કે બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે તેમની તરફ ધ્યાન આપ્યું નહોતુ, ત્યાં સુધી કે મુકલ રોયને  ભાજપ કાર્યાલયમાં રૂમ પણ ફાળવવામાં આવ્યો નહોતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુવેન્દુ અધિકારીના ભાજપમાં આગમન પછી  રોય એકલા પડી ગયા હતા. 4 વર્ષ પહેલાં મમતા દીદી સાથે મતભેદ ઉભો થતા મુકુલ રોયે ટીએમસી  છોડીને ભાજપનો હાથ પકડયો હતો.

મુકુલ રોય અને મુખ્યમંત્રી મમતા બેનરજી એ સમયથી નજીક હતા જયારે આ બનેં નેતા યૂથ કોંગ્રેસમાં હતા. રોય ટીએમસીના સ્થાપક સભ્યોમાંના એક છે. 1998માં કોંગ્રેસથી છુટા પડીનેમમતા બેનરજીની આગેવાની હેઠળ ટીએમસીની સ્થાપના કરવામાં આવી હતી. મુકુલ રોય લાંબા સમય સુધી સાંસદ તરીકે ટીએમસીનો ચહેરો રહ્યા.

 મુકુલ રોય અને મમતા બેનરજી વચ્ચે ટકરાવ 2015થી શરૂ થયો હતો જયારે શારદા ગોટાળો સામે આવ્યો હતો. એ પછી મુકુલ રોયની ટીએમસીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. એ પછી રોય ભાજપમાં જોડાયા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp