26th January selfie contest
BazarBit

મોદી નેતા નહીં અભિનેતા, તેના કરતા અમિતાભને PM બનાવી દેતે તો સારું થાતઃ પ્રિયંકા

PC: hindustantimes.com

લોકસભા ચૂંટણીના અંતિમ દોરમાં પૂર્વાંચલના રાજકારણમાં ગરમાટો જોવા મળી રહ્યો છે. પ્રિયંકા ગાંધીએ શુક્રવારે મિર્ઝાપુરમાં જનતાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદી પર નિશાનો સાધ્યો હતો. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી નેતા નહીં પરંતુ અભિનેતા છે, દુનિયાના સૌથી મોટા અભિનેતા વડાપ્રધાન બન્યા. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, અમિતાભ બચ્ચનને જ વડાપ્રધાન બનાવી દેતે તો સારું થતે.

કેન્દ્ર સરકાર પર નિશાનો સાધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, BJPનો ઈરાદો સત્તા મેળવવાનો છે. મોદીએ અગાઉની લોકસભા ચૂંટણીના સમયે કરેલા પોતાના વાયદાઓ પૂરા નથી કર્યા. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસ ખોટા વાયદાઓ નથી કરતી, તે ખેડૂતો, ગરીબો અને યુવાઓના હકમાં કામ કરે છે. જનતાને સંબોધિત કરવા દરમિયાન અઝાન થઈ તો પ્રિયંકા ગાંધીએ પોતાનું ભાષણ અટકાવી દીધું હતું.

પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન દેશના ખેડૂતો, મજૂરો અને યુવાઓને પોતાના 5 વર્ષના વિકાસ કાર્યોનો હિસાબ નથી આપી શકતા. દેશમાં એક એવી સરકાર છે, જે આપણી લોકતાંત્રિક સંસ્થાઓને સતત કમજોર કરતી જઈ રહી છે. કોંગ્રેસ મહાસચિવે કહ્યું હતું કે, BJPના તમામ દાવાઓ ખોખલા છે. ખેડૂતોને તેમના પાકના ભાવ નથી મળ્યા, યુવાનોને નોકરીનો વાયદો કરનારાઓ રોજગાર નથી આપી શક્યા.

પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, BJPની સરકારમાં 5 કરોડ રોજગાર ઓછાં થયા છે. છેલ્લાં 5 વર્ષોમાં યુવાઓને રોજગાર નથી મળ્યો, 15 લાખ રોજગાર BJPનો ચૂંટણી જુમલો છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તો ગરીબોનું ભવિષ્ય ચમકશે. છેલ્લાં 5 વર્ષોમાં ખેડૂતો બેહાલ છે, ખેડૂતોને ઉપજના યોગ્ય દામ નથી મળી રહ્યા અને દેશમાં 12 હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

પ્રિયંકાએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસ સત્તામાં આવી તો ગરીબોને ન્યાય યોજના અંતર્ગત 72000 રૂપિયા વાર્ષિક મળશે. ખેડૂતો, ગરીબો અને યુવાઓનું ભવિષ્ય સુધરશે.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp