અલ્પેશની રાહુલ સાથેની મુલાકાત પરથી પડદો ઉઠ્યો, અલ્પેશ અંગે લેવાયો મોટો નિર્ણય

PC: facebook.com/alpeshthakorektamanch/

બુધવારના રોજ OBC સમાજના યુવા નેતા અને કોંગ્રેસની ટિકિટ પરથી રાધનપુરમાં ચૂંટણી જીતેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કોંગ્રેસના અન્ય મોટા નેતાઓ સાથે કોંગ્રેસના પ્રેસિડન્ટ રાહુલ ગાંધીને મળવા માટે દિલ્હી પહોંચ્યા હતા. જે પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે નહોતું આવ્યું. પરંતુ આજે આ રહસ્યમય મીટિંગ પરથી પડદો ઉઠી ગયો છે અને એવું કહેવામાં આવે છે.

રાહુલ ગાંધીની મુલાકાત બાદ અલ્પેશ ઠાકોર હવે ગુજરાતની રાજનીતિથી નેશનલ પોલિટિક્સમાં એન્ટ્રી કરશે. કોંગ્રેસ પ્રેસિન્ડટ રાહુલ ગાંધીની મુલાકાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સૂત્રો મુજબ આવતા મહિને બની રહેલી રાહુલ ગાંધીની ટીમમાં અલ્પેશ ઠાકોરનો સમાવેશ કરવામાં આવશે. રાહુલની ટીમમાં અલ્પેશ ઠાકોર ગુજરાતથી કોંગ્રેસનું નેતૃત્વ કરશે. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ રાહુલ ગાંધી અલ્પેશને લડાવે તેવી વાત સામે આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર, કુંવરજી બાવળીયા, અશ્વિન કોટવાલ, પૂંજાભાઈ વંશ, અમિત ચાવડા, હિંમતસિંહ પટેલ વગેરે રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા હતા. આ સાથે જ કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર ઉપરાંત અન્ય પૂર્વ ધારાસભ્યોએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp