લોકસભા: ગુજરાતમાં બંને પાર્ટી યુવાન ઉમેદવારો પસંદ કરે તેવી સંભાવના

PC: dailyexcelsior.com

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં યુવાનોની બોલબાલા હશે તેવું પાર્ટીના સિનિયર નેતાઓ કહી રહ્યાં છે. ભાજપના હાલના સંસદસભ્યો અને કોંગ્રેસના ગઈ ચૂંટણીના હારેલા ઉમેદવારોના સ્થાને નવા ઉમેદવારોની ખોજ ચાલી રહી છે. બન્ને પાર્ટીમાં 12થી 15 ઉમેદવારો બદલવાના હોવાથી યુવા નેતાઓને તક મળે તેવું લાગી રહ્યું છે.

ભાજપના સૂત્રોએ કહ્યું હતું કે પાર્ટીના સિનિયર સંસદસભ્યો કે જેઓ ત્રણ થી વધુ વખત પાર્લામેન્ટમાં રહ્યા હોય અને તેમના મતવિસ્તારમાં અપ્રિય બન્યા હોય તેમને ટિકિટ આપવામાં આવશે નહીં, કારણ કે આ વખતે ગુજરાતમાં 10થી 12 બેઠકોનું નુકશાન થવાની દહેશત છે. ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતવાનો દાવો કર્યો છે ત્યારે પાર્ટીએ ઉમેદવારોની પસંદગીમાં વધારે માઇક્રો પ્લાનિંગ કરવું પડશે.

બીજી તરફ કોંગ્રેસ જીતી શકે તેવા ગઈ ચૂંટણીમાં હારી ગયેલા સાતથી દસ ઉમેદવારોને ફરીથી ટિકિટ આપી શકે છે. પાર્ટીના સૂત્રો કહે છે કે કોંગ્રેસે લોકસભાની ચૂંટણી હાર્દિક પટેલ અને તેના બીજા એક સાથીદારને ટિકિટ આપવાનું મન બનાવ્યું છે. હાર્દિક પટેલ લોકસભા લડવા માગે છે. તેણે તાજેતરમાં એક ટીવી ચેનલને દાવો કર્યો હતો કે હું લોકસભાનો ઉમેદવાર છું. ખૂબ જ ટૂંક સમયમાં હું રાજનીતિમાં પ્રવેશવાની સત્તાવાર જાહેરાત કરીશ.

કોંગ્રેસના સૂત્રો કહે છે કે પાર્ટીએ પાંચથી સાત ધારાસભ્યોને પણ ટિકિટ આપવાનું નક્કી કર્યું છે. વિધાનસભામાં આ બેઠકો ખાલી થતાં પાર્ટીએ ગઈ વિધાનસભાની ચૂંટણી હારી ગયેલા અર્જૂન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલને ટિકિટ આપે તેવી સંભાવના છે. પાર્ટી ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરીને લોકસભા લડાવવાના મૂડમાં છે. કોંગ્રેસના હાઇકમાન્ડે પ્રદેશ એકમ પાસેથી લોકસભાના ઉમેદવારોની પસંદગી યાદી મોકલવાનું ફરમાન કર્યું છે.

ભાજપમાં આ વખતે ગાંધીનગરની બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણી નહીં હોય, તેમને જો પાર્ટી ટિકિટ આપશે તો ગુજરાત બહારના કોઈ રાજ્યમાંથી તેમને લડાવવામાં આવી શકે છે. ભાજપમાં 13થી 15 સંસદસભ્યોને ટિકિટ મળવાની નથી. ભાજપે પણ કોંગ્રેસની જેમ વિધાનસભાના પાંચ જેટલા સભ્યોને લોકસભાની ચૂંટણીમાં ઉતારવાનું મન બનાવ્યું છે. પાર્ટીના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે ભાજપ 26 પૈકી પાંચ મહિલા અને સાત યુવાન યુવાનોને ટિકિટ આપવા માગે છે તેથી તેની પસંદગી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp